Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કારોબારીના અધ્યક્ષ સામેના કેસમાં ૧૧ સપ્ટેમ્બરની મુદત

રાજકોટ, તા., ૨૫: જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કે.પી.પાદરિયા સામેના લાંચ કેસ સંદર્ભના કેસમાં વધુ એક પખવાડીયાની મુદત પડી છે. તેમને અધ્યક્ષ પદેથી હટાવવા માટે વિકાસ કમિશનરે નોટીસ આપ,ેલ. તેની આજે ઓનલાઇન સુનાવણીની મુદત હતી. પાદરિયાએ એડવોકેટ નિયુકત કરી તે અંગેનું વકીલાત પત્ર રજુ કરેલ. ગયા વખતે કોરોનાના કારણથી મુદત માંગેલ. આ વખતે વરસાદી પરિસ્થિતિનું કારણ દર્શાવી મુદત આપવા માંગણી કરતા વિકાસ કમિશનર શ્રી એમ.જે.ઠક્કરે તે માન્ય રાખી હવે પછીની સુનાવણી માટે ૧૧ સપ્ટેમ્બરની મુદત આપી છે.

વિકાસ કમિશનરને ન્યાયના સિધ્ધાંત મુજબ બે વખત મુદત આપ્યાનો નિર્દેશ કરી હવે પછી અસામાન્ય સંજોગો સિવાય મુદત મળવા પાત્ર ન હોવાનો વર્તારો કરી દીધાનું જાણવા મળે છે.

(4:07 pm IST)