Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

સદર બજાર નૂરી પેલેસના દાઉદી વ્હોરા વેપારી જાફરભાઇ ગયા શનિવારથી સારવારમાં હતાં

રૈયા રોડ પર એમ્પાયર ઇલેકટ્રીક નામે વેપાર કરતા'તા

મહામારી કોરોનાએ આજે જે જીવને કોળીયો કર્યા છે તેમાં સદર બજારમાં નૂરી પેલેસ ખાતે રહેતાં દાઉદી વ્હોરા વેપારી જાફરઅલી મહમદઅલી ભારમલ (ઉ.વ.૫૭)નો પણ સમાવેશ થાય છે. જાફરઅલી રૈયા રોડ પર આમ્રપાલી સિનેમા નજીક એમ્પાયર ઇલેકટ્રીક નામની દૂકાનમાં બેસી વેપાર કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્રી છે. ગયા શનિવારે જાફરઅલીને ઉધરસ થઇ ગઇ હતી અને કિડનીમાં પણ તકલીફ હોઇ નબળાઇ વર્તાતા ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સઘન સારવારને અંતે મોડી રાતે બે વાગ્યે તેમણે દમ તોડી દેતાં પત્નિ ફાતેમાબેન, પુત્રીઓ  સહિતના સ્વજનોમાં માતમ છવાઇ ગયો હતો. તેઓ સાત ભાઇ અને ત્રણ બહેનમાં છઠ્ઠા નંબરે હતાં. કોરોના કેવી રીતે લાગુ પડ્યો તેની કોઇને ખબર પડી નહોતી. ઘરના કોઇ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નહોતાં.

(4:07 pm IST)