Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જનરલ સ્ટોર, બ્યુટીક શોપ, શોપીંગ સેન્ટર અને ઇંડાની લારી પાસે સોશ્યલ ડીસ્ટન્સનો અભાવઃ ૫૮ દંડાયા

રીક્ષામાં અને ઇકો કારમાં વધુ મુસાફરો બેસાડીને નીકળેલા ચાલકો પણ પોલીસની ઝપટે ચડ્યા

રાજકોટ,તા. ૨૫: કોરોના મહામારીના લીધે સંક્રમણના કારણે રહેલા કેસોથી શહેરમાં ચીંતા વધી રહી છે. તેમ છતાં હજુ પણ કેટલાક લોકો જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ અલગ અલગ વિસ્તારમાં કર્ફયુની કડક અમલવારી કરાવી રહી છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં ઇંડાની લારી, જનરલ સ્ટોર, ગેરેજ,શોપીંગ  સેન્ટર અને બેકરી બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનાર વેપારી સહિત ૫૮ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસ કોઠારિયા નાકા પાસે માસ્ક પહેર્યા વગર નિકળેલા ધવલ રાજેશભાઇ રાજપુરા, ભુતખાના ચોક પાસેથી અશ્વિન મુળજીભાઇ રાઠોડ, ત્રીકોણબાગ ચોકમાંથી મુકેશ ઉકાભાઇ રાઠોડ, રમેશ કેશુભાઇ જીંજુવાડીયા મહિલા કોલેજ ચોકમાંથી અભિષેક જયકરભાઇ ખંભાપતા, દિલજીતસિંહ અભેસિંહ ચૌહાણ, રીતેશ કીશોરભાઇ વઢવાણા, તથા બી ડીવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડથી બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા અનિશ રસીદભાઇ પરમાર, કલ્પેશ અરવિંદભાઇ સોલંકી, મોરબી રોડ જકાતનાકા પાસેથી પ્રવિણ પ્રતાપભાઇ પાટીલ, દેબીદીન નરેશભાઇ નીસાદ, રાજુ મોહનભાઇ નીસાદ, તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ ફાયર બ્રીગેડની બાજુમાં ડીલક્ષપાનની દુકાન બહાર સોશ્યલ ડીસ્ટન્સ ન જાળનાર ચેતન બચુભાઇ વાણીયા, ગંજીવાડા મેઇન રોડ પર અલંગ ચોક પાસેથી દુકાનદાળ જમાલ નાથુભાઇ ખોખર, ૮૦ ફુટ રોડ હયુન્ડાઇ શો રૂમ પાસે ઇંડાની લારી ચાલુ રાખી માસ્ક પહેર્યા વગર વેપાર કરી સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર શાહરૂખ યુનુસભાઇ ઉમરેઠીયા, ઇરફાન ઇસ્માઇલભાઇ ગડીયારા, સરવૈયા હોલ પાસેથી ઇંડાની લારી ચાલુ રાખી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર અયુબ કરીમભાઇ કુરેશી, સદામ હબીબભાઇ થઇમ, તથા ભકિતનગર પોલીસે કોઠારિયા રોડ પરથી રીક્ષામાં ત્રણ પેસેન્જર લઇને નિકળેલા તુષાર ગુણવંતભાઇ રાઠોડ, દેવપરા મેઇન રોડ પ્રણામી ચોક પાસેથી પ્રફુલ રાજેન્દ્રભાઇ લુહાર, સુરેશ ગોરધનભાઇ હડીપલ, નટુભા ટેમુભા જાડેજા, અલ્તાફ બીલાલભાઇ મકવાણા, દીલેશ કનુભાઇ જંજમેરીયા, કોઠારિયા મેઇન રોડ ગોવિંદનગર ચોકમાંથી મહેન્દ્ર અમૃતલાલ ચૌહાણ, તથા કુવાડવા રોડ પોલીસે નવા ગામ આણંદપર રઘુવીર ભંગારના  ડેલા પાસેથી મેહુલ રાણાભાઇ ડોડીયા, રઘુ બટુકભાઇ ઝાપડા તથા આજીડેમ પોલીસે કોઠારિયા રોડ, પોલીસ સ્ટેશનની સામેથી રીક્ષાચાલક જીતેન્દ્ર દિનેશભાઇ મજેઠીયા, રીક્ષા ચાલક વશરામ ભીમાભાઇ સોઢા, તથા માલવીયા નગર પોલીસે ગુરૂપ્રસાદ ચોક એકઠા કરનારા ભાવેશ લક્ષ્મણભાઇ સોલંકી, ચંદ્રેશનગર મેઇન રોડ પરથી મધુર સોડા નામની દુકાન ધરાવતા દર્શન ભીખુભાઇ રાયચુરા, હરેશ ગોકળભાઇ કટેશીયા, કોટેચા ચોક પાસેથ હેમલ  ભરતભાઇ કોઠારી, મીલન હીતેષભાઇ વ્યાસ, દોઢ સો ફુટ રોડ પુનીતનગર પાણીના ટાંકા પાસેથી હીતેષ કેશુભાઇ વ્યાસ, મવડી રોડ આનંદ બંગલા ચોકમાંથી ભાવેશ રમણીકભાઇ મકવાણા, તથા પ્રનગર પોલીસે પોપટપરા મેઇન રોડ પર ગણેશ ટી સ્ટોલ નામની દુકાન ધરાવતા જનક અરજણભાઇ ખરગીયા, જંકશન પ્લોટ મેઇન રોડ પર નાઇસ બ્યુટીક શોપ નામની દુકાનમાં ગ્રાહકો સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનાર વાસુ પ્રકાશભાઇ આદુજા, કોલસાવાડી સર્કલ પાસેથી એકસેસલઇને નિકળેલા ફીરોઝ રફીરભાઇ શેખ, જંકશન ચાર રસ્તા પાસેથી રીક્ષા ચાલક અશોક વેલજુભાઇ માલખીયા, એરપોર્ટ ફાટક પાસે મારૂતીનગર શેરી નં.૩માં કમલેશભાઇ ચાવડા, જામનગર રોડ બસ સ્ટેન્ડ પાસે ગુરૂનાનક જનરલ સ્ટોર કરીયાણાની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર મહેશ હરમચોમલભાઇ કુકરેજા, શારદાબાગ ચોકમાંથી જુબેર તયબભાઇ ઠેબા,જંકશન પોલીસ ચોકી સામેથી ઝવેર વાસુભાઇ સોલંકી તથા ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી ચોક પાસેથી ખોડીયાર ગેરેજ પાસે ગ્રાહકોની ભીડ એકઠી કરનાર વિપુલ ખીમજીભાઇ તળાવીયા, બજરંગવાડી પોલીસ ચોકી સામેથી ઇકો કારમાં ચાર પેસેન્જર લઇને નીકળનાર ગની મહેબુબભાઇ સેલક, દીપક ભીખાભાઇ પરમાર, હનુમાન મઢી ચોક પાસે રાત્રે બાલાજી શોપીંગ સેન્ટર ચાલુ રાખનાર રાજ પ્રિયેશભાઇ જોબનપુત્રા, જીયા બેકરી ખુલ્લી રાખનાર જેકી હીરાભાળ નંદવાણી તથા તાલુકા પોલીસે વાવડી ઇન્ડસ્ટ્રીઝ પાસે ચામુડા હોટેલમાં ગ્રાહકો એકઠા કરનાર છગન જસાભાઇ ગમારા, નાના મવા રોડ પર રાધે પ્રોવીઝન સ્ટોર પાસે માણસો એકઠા કરનાર નીતીન વિઠ્ઠલભાઇ દલસાણીયા કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી કૃષાલ હંસરાજભાઇ હીરાણી, વાવડી પોલીસ ચોકી સામેથી દિવ્યેશ મનસુખભાઇ સરધારા, તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસેથી મોહીના ટ્રેડર્સ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર જતીન પ્રફુલભાઇ માણેક, શાસ્ત્રીનગર સોસાયટી વાસણ ભંડાર નામની દુકાન ધરાવતા અલ્પેશ ગીરધરભાઇ ઝાલા, યુનિવર્સિટી રોડ પંચાયતનગર  પાસેથી રીક્ષાચાલક જયંતી મેધજીભાઇ સોંદરવા, આકાશવાણી ચોકમાં ઇંડાની લારી ખુલ્લી રાખનાર અરબાઝ મહેબુબભાઇ શેખને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:06 pm IST)