Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કાલે તુલસીદાસ જયંતિ

હા, એ બાબા તુલસીદાસે રામમય બની સતત ચિત્રકુટના ઘાટ પર સંત-સભામાં પવિત્ર ચંદન ઘસીને તૈયાર કર્યું. જયારે ખુદ સ્વયં પ્રભુ રામ દ્વારા સહુના ભાલ-પ્રદેશ પર તિલક કરવામાં આવતું રહ્યું. પ્રભુશ્રી રામના અનન્ય ભકત અને વિશ્વ પ્રસિદ્ધ 'રામચરિત માનસ'ની સ્મના કરનારા બાબા તુલસીદાસ અર્થાત 'તુલસી'જો જન્મ વિ.સં. ૧૬૮૦ના શ્રાવણ માસના શુકલ પક્ષની સાતમના રોજ થયો હતો.

ગંગા નદીના કિનારે રાજાપુર ગામના પંડિત આત્મારામ દુબેની પત્ની હુલસીના પેટે આ તુલસીનો જન્મ થયો હતો તે માટે અનેક વાતો પ્રચલિત છે. જન્મના સમયે તે બાળકના મોઢામાં બે દાંત હતાં અને તેના મોંમાંથી 'રામ' શબ્દો ઉચ્ચાર થયો જેથી તેને સહુ 'રામબોલા ' તરીકે ઓળખાતા પિતા આત્મારામ દુબે પ્રખર જયોતિષી હતાં. તેમણે પોતાનું 'ટિપણુ' ખોલીને જોયું તો બાળકનો જન્મ ભૂળ નક્ષત્રમાં થયો છે જેથી તે કૂળનાશક હશે અને  કહેવાય છે તે મુજબ બાળકને જન્મ આપતાની સાથે જ તેની માતા 'હુલસી'નું નિધન થયું ! બસ પતી ગયું ! પિતાએ બાળકને ત્યજી દીધો જે 'રામબોલો' દર દરની ઠોકરો ખાતો, મંદિરના પગથિયે સૂઇ રહેતો અને ભીક્ષામાં જ મળે તે ખાઇ લેતો અપમાનો પણ સહન કરી લેતો, તેને સદ્ગુરૂ પ્રાપ્ત થયા જેનું નામ રામાનંદજી હતું અને તેઓ ભકિતનો પ્રવાહ દક્ષિણમાંથી ઉત્તરમાં લાવ્યા.

સદ્ગુરૂના ચરણો સેવી બાળકે વિદ્યાભ્યાસ કરી 'રામચરિત માનસ' જેવી અદ્ભૂત રચના સંસારને આપી. દેશની અને વિદેશની ઘણી બધી યુનિવર્સિટીમાં 'રામચરિત માનસ' પર અધ્યયન કરી વિદ્યાર્થીઓએ પીએચ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે.

તેજસ્વી તુલસીદાસના જીવનમાં સુંદર નારી 'રત્નાવલી'નું આગમન થતાં તેમનું જીવન બદલી ગયું. આજ સુધી વેઠેલ દુઃખ અને પીડા દૂર થયા અને દામ્પત્ય જીવનનું માધુર્ય આવ્યું પરિણામે તુલસી મોહસકિતમાં ફસાયા. કામકાજ ભૂલી પત્ની પાસે રહેતા તુલસીના સાળા 'રામાવલી'ને શ્રાવણ માસ પરબ કરવા પિયર લઇ જવા માટે આવ્યા, પરંતુ મોહમાં ફસાયેલા તુલસી વિહવળ થઇ ગયા કથા મુજબ તેના સાળા છેતરીને તેમને બહાર મીઠાઇ લાવવા મોકલી બહેનને તેડીને ચાલી નીકળ્યા એ તરફ તુલસી બેબાકળા બની રત્ના, રાજા, પોકારતા દોડયા શ્વસુરગૃહ તરફ શ્રાવણ માસ ધનઘોર મેઘલી રાત અને નદીમાં ઘોડાપુર જતાં.. મોહાધ તુલસી નદી તરી સાપને હાથમાં દોરડુ સમજી પકડીને પહોંચ્યા અને રામા ના ચરણોમાં બેસી ગયા. સુવા લાગ્યા ત્યારે ત્યારે રામાવલી ભારતીય નારીએ પતિને મોહદશામાંથી મુકત થવા દોહા મારફત ફીટકાર વરસાવ્યો.

પત્નીના ચંડિકારૂપ સામે નિહાળી તેના કટુ વચનો સાંભળી તુલસીની મોહનિદ્રા વિષય વાસના અદૃશ્ય થઇ ગયા અને ભકિતની એવી લગની લાગી કે બસ 'સિયા રામ મય સબ જગ જાનુ' સિવાય કશું જ ન સુઝયું .!

બાબા તુલસીને વંદન તેમના આરાધ્યશ્રી પ્રભુ રામને વંદન ! 'વાલ્મિીક રામાયણ' સંસ્કૃત ભાષામાં હોય સામાન્ય લોકોને ન સમજાય પરંતુ 'રામચરિત માનસ' લોક-બોલી અવધિમાં હોય સામાન્ય વ્યકિત પણ તે પચાવી શકે તેથી જ આજે ઉતર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને કંઇક અંશે ગુજરાતમાં રામચરિત માનસ અને હનુમાન ચાલીસા-સુંદરકાંડનું ઘેર ઘેર નિત્ય પઠન થાય છે. આ પ્રકારે તુલસી અમર થઇ ગયા. અસ્તુ

ડો. ગિરીશ જે. ત્રિવેદી

મો. ૯૮૭૯પ ૧૯૧૯પ

(4:05 pm IST)