Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

એકલવ્યનગરમાં મકાનમાં આઠ અને મીલપરાના ફલેટમાંથી પાંચ શખ્સો જુગાર રમતા પકડાયા

તાલુકા પોલીસે આઠ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરીઃ ભકિતનગર પોલીસે પાંચને દબોચ્યા

રાજકોટ તા.રપ : શહેરના કાલાવડ રોડ કણકોટ પાસે આવેલા એકલવ્યનગર મફતીયાપરામાં બાવાજી મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો પાડી તાલુકા પોલીસે આઠ શખ્સોને પકડયા બાદ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે ભકિતનગર પોલીસે મીલપરામાં આવેલા એપાર્ટમેન્ટના ફલેટમાંથી પાંચ શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમ તથા જયદિપસિંહ સરવૈયાની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી, પ્રદિપસિંહ રાણા, ભગીરથસિંહ ઝાલા, અરજણભાઇ, મનીષભાઇ, હર્ષરાજસિંહ તથા રૂપેશભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ એન.ડી. ડામોર, ભગીરથસિંહ ઝાલા અને અરજણભાઇ ઓડેદરાને મળેલી બાતમીના આધારે કણકોટ પાટીયા પાસે આવેલા એકલવ્યનગર મફતીયા પરામાં રહેતા સુમીત્રાબેન રમેશગીરી ગોસ્વામી (ઉ.૩પ) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સુમીત્રાબેન ગોસ્વામી તથા કાલાવડના માસેબા સોસાયટીના દુદા કુંભાભાઇ સોંદરવા (ઉ.૩૬) કણકોટ પાસે ડીલકસ પાનવાળી શેરીમાં રહેતા મહેુલ જુંજાભાઇ પારધી (ઉ.૩૪), કાલાવડ રોડ એમ.જી.હોસ્ટેલ સામે વિષ્ણુવિહાર સોસાયટીના ગુડુ શશીકાંતભાઇ ગૌતમ (ઉ.૩૧) સાધુવાસવાણી રોડ જનકપુરી સોસાયટીની સામે આર.એમ. સીના કવાટર બ્લોક નં. ર કવાર્ટર નં. ૧૦૬૬ ના જયશ્રીબેન પરસોતમભાઇ પરમાર (ઉ.૩૦) કાલાવડ રોડ જકાતનાકા સામે આંબેડકરનગર  શેરી નં.પ ના કંકુબેન દાનાભાઇ મકવાણા (ઉ.પ૦), એકલવ્યનગર મફતીયાપરાાના જયાબેન હમીરભાઇ બગડા (ઉ.૪૬) અને કાલાવડ રોડ લક્ષ્મીનોઢોરો મોદીનગર શેરી નં.૩ના દિનેશ સુરેશભાઇ બગડા (ઉ.૪પ) ને પકડી લઇ રૂ.૧૧,૦પ૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. બાદ કોરોના મહામારી અંતર્ગત ચારથી વધુ લોકો એકઠા ન થવા પર પ્રતિબંધ હોઇ તેથી આઠેય શખ્સો વિરૂદ્ધ જાહેરનામાનો ભંગની કાર્યવાહી કરી હતી.

જયારે બીજા બનાવમાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, વિક્રમભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ, મેહુલભાઇ, મેસુરભાઇ, મનરૂપગીરી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે મીલપરા શેરી નં. ૩માં ઉજમ એપાર્ટમેન્ટ એ વીંગ ફલેટ નં. ર૦રમાં દરોડો પાડી જુગાર રમતા ફલેટમાં ભાડે રહેતા સમીર વિનોદરાય ધકાણ (ઉ.૩પ), ઇલાબેન વિનોદરાય ધકાણ (ઉ.પ૦), દેપીકા સમીર ધકાણ (ઉ.૩ર) કરણપરા શેરી નં. ર૩ના રેખા વિનુભાઇ જાદવ (ઉ.૬૦) અને એરપોર્ટ રોડ મારૂતીનગર શેરી નં. ૩ના હેમત રમેશચંદ્રભાઇ વિઠ્ઠલાણી (ઉ.૩૪) ને પકડી લઇ રૂ.૧પ,૧૪૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(4:04 pm IST)