Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

અપહરણ-બળાત્કારનો ભોગ બની સગર્ભા થયેલ

સગીરાનો ગર્ભપાત કરાવ્યા બાદ પિતાને કબજો સોંપવાનો હુકમ

રાજકોટ તા. રપઃ મેટોડા ગામની સીમમાં પટેલની વાડીના ખેતમજુરની સગીર પુત્રીને અપહરણ કરી સગીર-બાળ અપરાધી ભગાડીને વાલીપણામાંથી લઇ ગયેલ હોય જે સગીરા તથા બાળ અપરાધીને ફરીયાદી ફેરેન નહારસિંહ પંચોલેની ફરીયાદના આધારે શોખધોળ કરતા સગીર-બાળ અપરાધીની ધરપકડ કરી સગીરાને સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ રાજકોટમાં કોર્ટના હુકમથી કબજો સોંપવામાં આવેલ હતો.

ઉપરોકત ગુન્હા અન્વયે પડધરી પોલીસ સ્ટેશનમાં તા. ૦પ/૦ર/ર૦૧૯ ના રોજ સગીરાને ભગાડી જવા અન્વયેની ફરીયાદ કરેલ અને ત્યારબાદ આઇ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(ર) એન તથા પોકસો એકટની કલમ-૪ અને ૬ અન્વયેનો ગુન્હો દાખલ થયેલ જે ગુન્હા અન્વયે તપાસ દરમ્યાન સગીરા તથા આરોપીની શોધખોળ કરતા મળી આવેલ જેથી તપાસ કરનાર અધિકારી દ્વારા ભોગ બનનાર સગીરાનું મેડીકલ કરાવતા સગીરા ગર્ભવતી માલુમ થતા સગીરાને સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ રાજકોટમાં મુકવામાં આવેલ અને સગીરાના વાલીને જાણ થતા સગીરાની ઉંમર અને શારીરીક ક્ષમતા મુજબ બાળક જન્મ આપવા સક્ષમ નહીં હોવાથી ગર્ભવતી સગીરાનો ગર્ભપાત કરવા એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા મારફત સગીરાના પિતા ફેરેનભાઇ મારફત અરજી કરતા ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજે તાત્કાલીક સુનવણી ધ્યાને લઇ મેડીકલ રીપોર્ટ કરવા આદેશ ફરમાવતી સગીરાને એમટીપી-એકટ અન્વયે ગર્ભપાત કરવા આદેશ ફરમાવેલ અને સગીરાને ગર્ભપાત કરાવ્યા બાદ સગીરાની શારીરીક તથા માનસીક સ્થિતિ ધ્યાને લઇ સગીરાને સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ રાજકોટમાંથી સગીરાના વાલી/પિતાએ કબજો મેળવવા બીજી અરજી કરતા અદાલતે સગીરાને પિતાને સોંપવા હુકમ ફમાવેલ હતો.

ઉપરોકત કામે અરજદાર ફેરેન નહારસિંહ પંચોલે વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, સીરાકમુદીન એમ. સેરસીયા, કરણ ડી. કારીયા (ગઢવી), પિયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, ક્રિષ્નાબેન પીઠીયા, કાજલબેન જી. ખસમાણી, ખુશી જી. ચોટલીયા, નિરાલી કોરાટ વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:58 pm IST)