Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાજકોટ વીજ તંત્રના તમામ સ્ટાફને સૂચનાઃ શરદી-ઉધરસ-તાવ જેવું હોય તો હોમ કોરોન્ટાઇન રહોઃ ટેસ્ટ પણ કરાવી લો

ઉદ્યોગનગર વીજ સબ ડીવીઝન હાલ બંધઃ લાઇન સ્ટાફ હાજરઃ બીલ વહીવટી તંત્ર કાર્યરત

રાજકોટ તા. રપઃ રાજકોટ વીજ તંત્રના ઉદ્યોગનગર સબ ડિવીઝનના ડે. ઇજનેર જે. યુ. ભટ્ટ અને જુનીયર ઇજનેર શ્રી દવે ને કોરોના પોઝીટીવ નીકળી પડતા તમામ સ્ટાફ ફફડી ઉઠયો છે.

દરમિયાન રાજકોટ વીજ સર્કલના મુખ્ય ઇજનેર શ્રી પૂજારાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, તમામ સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરાવો એવી કોઇ યોજના નથી, પરંતુ દરેક સ્ટાફને સુચના અપાઇ છે કે જે કોઇને સામાન્ય સિસ્ટમ્સ જણાય કે શરદી-ઉધરસ-તાવ જેવું લાગે તો હોમ કમોરાન્ટાઇન રહો અને જે પછી પણ કોઇ ફેર ન પડે તો ખાસ ટેસ્ટ કરાવી લો, જેથી સારવારના પગલા લઇ શકાય.

ઉદ્યોગનગર વીજ સબ ડિવીઝન હાલ બંધ છે તે અંગે તેમણે જણાવ્યું હતું કે શનિ-રવિ રજા છે, વીજ ફોલ્ટ અંગે લાઇન સ્ટાફ તો કામ કરી જ રહ્યો છે, સોમવારે બીલીંગ અને અન્ય પ્રક્રિયા-વહિવટી કાર્ય અંગે શું કરવું તે અંગે નિર્ણય લેવાશે. હાલ એવી મેજર ફોલ્ટ અંગેની કોઇ ફરીયાદ પણ નથી, તમામ સ્ટાફને એલર્ટ પણ કરી દેવાયો છે.

જીઇબીના ડે. ઇજનેર ભટ્ટ કોરોના બાદ આજથી હોમ કોરોન્ટાઇનઃ બપોરે પરિવારને ટેસ્ટ માટે લઇ જવાયો

રાજકોટ તા. રપઃ વીજ બોર્ડના ઉદ્યોગનગર સબ ડિવીઝનના ડે. ઇજનેર અને યુનિયન અગ્રણીશ્રી ભટ્ટને ગઇકાલે કોરોના પોઝીટીવ જાહેર થતા જ તેમને પરમ હોસ્પીટલમાં દાખલ કરાયા હતાં, બાદમાં આજથી તેઓ હોમ કોરોન્ટાઇન થઇ ગયા છે.

શ્રી ભટ્ટે ''અકિલા''ને જણાવ્યું હતું કે પોતે હોમ કોરન્ટાઇન થયા છે, તબીયત સારી છે. તેમણે જણાવેલ કે મારા પરિવારની  તબીયત પણ સારી છે. કોર્પોરેશનની ટીમ આજે બપોરે  મારા માતા-પિતા-પુત્ર અને પત્નીને ટેસ્ટ માટે લઇ જવાયા છે, આ તમામની તબીયત પણ સારી છે.

(3:56 pm IST)