Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પટેલનગરમાં રીક્ષામાંથી દારૂની પ૪ બોટલ સાથે પ્રવિણ પકડાયો

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ દરોડો

રાજકોટ, તા., ૨૫: શહેરના પટેલનગર  પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે રીક્ષામાંથી દારૂની પ૪ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ. રાઠોડની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, એએસઆઇ  ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ.  મનરૂપગીરી, વિક્રમભાઇ, રણજીતસિંહ, સલીમભાઇ, હીરેનભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ, મનીષભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ, મૈસુરભાઇ અને મેહુલભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે દેવાભાઇ અને ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે પટેેલનગર શેરી નં. ૮ માં દરોડો પણાડી  જી.જે. ૩ બીયુ ૧૭૮૭ નંબરની રીક્ષામાંથી  રૂ. ર૭ હજારના વિદેશી દારૂની પ૪ બોટલ સાથે પ્રવિણ ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.રપ) (રહે. કોઠારીયા સોલવન્ટ પાસે ધાર સોસાયટી)ને પકડી કાર્યવાહી કરી હતી.

(3:50 pm IST)