Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

વોર્ડ નં.૧પમાં ઉકાળાનું વિતરણ

રાજકોટ : શહેર વોર્ડ નં.૧પમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા નવા થોરાળા રામનગર વિસ્તારમાં કોરોના કેસ પોઝીટીવ આવતા સ્થાનિકને વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા ઉકાળો વિતરણ કરવામાં આવેલ. આ તકે વશરામભાઇ ચાંડપા, નરેશભાઇ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, ગીરીશભાઇ વાણીયા, આરીફભાઇ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનીક લોકોને આવી કપરી પરિસ્થિતિમાં સાથ સહકાર આપવા મોઢા ઉપર માસ્ક પહેરી રાખવા તથા બિનજરૂરી ઘરની બહાર નહિ નીકળવા બજારમાં ખરીદી કરવા નિકળે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપિલ કરી હતી.

(3:50 pm IST)