Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

વોર્ડ નં. ૧૦ માં આફ્રીકા કોલોનીમાં પેવર બ્લોકનું ખાતમુહુર્ત

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦ માં ૧૫૦ ફુટ રીંગરોડ પરની આફ્રીકા કોલોની ખાતે પેવર બ્લોકનું કામ શરૂ કરાતા શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અગ્રતી નીતિનભાઇ ભારદ્વાજના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, સ્થાનીક અગ્રણી નાનજીભાઇ ચારોલા, કૌશીકભાઇ ધોળકીયા, કિશોરભાઇ મોતીપરા, કિશોરભાઇ મકવાણા, ભરતભાઇ ગોસાઇ, પ્રફુલ્લાબેન મહેતા, મનસુખભાઇ મોતીપરા, જશવંતભાઇ દાફડા, મહેશભાઇ સંઘવી, અરવિંદભાઇ શાપરીયા, વિશેષભાઇ જોબનપુત્રા, ધ્રુવીલ પંડીત, દિપકભાઇ માકડીયા, ભાવિકાબેન મોતીપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)