Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

અશોક લેલેન્ડની લેટેસ્ટ રેન્જ 'AVTR'ની રાજકોટમાં ડિલિવરી

ટ્રકો ઓટોમોટિવ મેનુફેકચરર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એન ઓડેદરા દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા

રાજકોટ તા. ૨૫ : અશોક લેલેન્ડ હિંદુજાની ફલેગશિપ કંપની છે અને ભારતની અગ્રણી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક કંપની છે. કંપનીએ દેશભરમાં i-Gen6 BS-VI ટેકનોલોજી ધરાવતા મોડ્યુલર ટ્રકસ AVTRની એની લેટેસ્ટ રેન્જના ૧૩૫૦થી વધારે વાહનો ડિલિવર કર્યા છે. રાજકોટમાં AVTR લોંચ કર્યા છે અને ગ્રાહકોને વાહનો ડિલિવર કર્યા છે. આ ટ્રકો ઓટોમોટિવ મેનુફેકચરર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એન ઓડેદરા દ્વારા ડિલિવર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ગ્રાહકોને ટ્રકની વર્ચ્યુઅલ ડિલિવરી અશોક લેલેન્ડના સીઓઓ અનુજ કથુરિયા તથા ઓટોમોટિવ મેનુફેકચરર્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રદીપકુમાર અને એન ઓડેદરાના નાગેશભાઈ ઓડેદરાએ કરી હતી. તેમ એક યાદીમાં જણાવાયું છે.

અશોક લેલેન્ડના સીઓઓ શ્રી અનુજ કથુરિયાએ કહ્યું હતું કે, 'અમારી ટ્રકની AVTR રેન્જ અમારા ગ્રાહકોને લેટેસ્ટ ટેકનોલોજી અને ઇનોવેશન પ્રદાન કરે છે. આપણું અર્થતંત્ર તબક્કાવાર રીતે વેગ પકડી રહ્યું છે અને વ્યવસાયો પૂર્વવત થઈ રહ્યાં હોવાથી આ ટ્રકો ચીજવસ્તુઓની અવરજવરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.'

ઙ્ગસાત ડિઝાઇન પેટન્ટ ધરાવતી અશોક લેલેન્ડના AVTR ટ્રકો ઇંધણ અસરકારક iGen6 એન્જિનો સાથે મોડ્યુલર પ્લેટફોર્મ પર નિર્મિત છે, જે 18.5T થી 55Tની કેટેગરીમાં હેવી કમર્શિયલ વ્હિકલ્સની સંપૂર્ણ રેન્જ માટે સિંગલ પ્લેટફોર્મ પર એકસલ કન્ફિગરેશન્સ, લોડિંગ સ્પાન, સસ્પેન્શન અને ડ્રાઇવટ્રેનના વિવિધ વિકલ્પો પ્રદાન કરતું ભારતીય CV ઉદ્યોગમાં પ્રથમ પ્રકારનું પ્લેટફોર્મ છે. આ ગ્રાહકોને વાહનો કન્ફિગર કરવા સક્ષમ બનાવશે, જે તેમની ઉપયોગિતા અને વ્યાવસાયિક જરૂરિયાતો માટે સૌથી વધુ અનુકૂળ છે.

(2:47 pm IST)