Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રામનગર ગામની સગીરાને જાંબવાનો સુરેશ મુવેલ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ તા. રપ :.. કાલાવડ રોડ પર આવેલ રામનગર ગામની સીમમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને જાંબવાનો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામનગર ગામની સીમમાં વાડીમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ગત તા. ૧-૭ના રોજ વહેલી સવારે ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમ્યાન સગીરાને જાંબવાના જાંબુખેડાના હાલ રાજકોટ - કણકોટ ગામ પાસે રહેતો સુરેશ ભીષણભાઇ મુવેલ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. 

સુરેશ ડ્રાઇવીંગ કરતો હતો. તે અવારનવાર વાડીએ પણ આવતો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સુરેશ મુવેલ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીઆઇ જે.વી. ધોળાએ તપાસ હાથ ધરી છે.

(2:46 pm IST)