Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કોરોનાની મહામારી વચ્ચે મેડીકલ - પેરામેડીકલ છાત્રોની પરીક્ષાનો પ્રારંભ

પ્રવેશદ્વારે થર્મલ ગનથી ટેમ્પરેચર મપાયુ, સેનેટાઇઝ કરાયુ : સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રખાયું : કડક નિરીક્ષણ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી મેડીકલ - પેરામેડીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. થર્મલ ગનથી તમામ પરીક્ષાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫ : લાંબા સમય બાદ કોરોનાના કહેર વચ્ચે આજથી ૧૧ કેન્દ્રો ઉપર મેડીકલ - પેરામેડીકલ છાત્રોની પરીક્ષાનો પ્રારંભ થયો છે.

પરીક્ષા એમપીટી, એમ.ડી., પી.જી. ડીપ્લોમાં મેડીકલ બીએચએમએસ, બી.ડી.એસ. એનડીએલ સહિતની પરીક્ષા કુલ ૯૩૧ પરીક્ષાર્થીઓ કસોટી આપી રહ્યા છે. રાજકોટમાં ડો. ભાવીન કોઠારી, જામનગરના વિમલ પરમાર, સુરેન્દ્રનગરમાં અનિરૂધ્ધસિંહ પઢીયારને નોડલ ઓફીસર તરીકે મુકવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેડીકલ-પેરામેડીકલની પરીક્ષાઓનું સરકારશ્રીના આદેશ મુજબ સમગ્ર આયોજન કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકીંગ થયું હતું. વિદ્યાર્થીઓને માસ્ક ફરજીયાત પહેરે તથા સોસીયલ ડીસ્ટન્સીંગનું પાલન થાય એ મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.પરીક્ષામાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન થાય એ રીતે કલાસમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને રોગપ્રતિકારક શકિત વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હોમીયોપેથીક દવા આપવામાં આવશે. આ પરીક્ષામાં ૧૧ કેન્દ્રો પર આશરે ૯૩૧ જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.(

(12:51 pm IST)