Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

બળદ આધારીત ખેતીની યોજના લાવો : વડાપ્રધાનને પત્રથી રજુઆત

ગૌ વંશ બચાવવા સાથે અનેક ફાયદા : મનસુખ સુવાગીયા

રાજકોટ તા. ૨૫ : જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી બળદથી થતી ખેતીની યોજના જાહેર કરવા માંગણી કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે ખેતીમાં બળદના સદ્દઉપયોગ વગર ગૌરક્ષા સંભવ નથી. વૈદીકાળમાં બળદનો ઉપયોગ ખેતીનો મુળ આધાર હતો. આજે બળદ બીન ઉપયોગી થઇ ગયો છે. ટ્રેકટરથી ખેતી કરવામાં ૧૦ થી ૧૫% ખર્ચ પેટ્રોલ -ડીઝલ પાછળ થાય છે. ટ્રેકટરના ઉપયોગથી આપણે નહીં પણ અરબ અને વિદેશી કંપનીઓ સમૃધ્ધ થઇ. પ્રદુષણ વધ્યુ. દેશ ગૌવંશનો મહાવિનાશ થયો. જે લોકો ગાય રાખવા માંગતા હોય તેમના માટે પણ વાછડો આજે સમસ્યા બની રહે છે. આમ આવી અનેક સમસ્યાઓનું એકસાથે નિરાકરણ લાવવુ હોય તો બળદ આધારીત ખેતીને પ્રધાન્ય આપવાનું શરૂ કરાવવુ જોઇએ તેમ પત્રમાં જળક્રાંતિ ટ્રસ્ટ (મો.૯૪૨૬૨ ૫૧૩૦૧) ના અધ્યક્ષ મનસુખભાઇ સુવાગીયાએ જણાવેલ છે.

(11:54 am IST)