Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

હે નાગદાદા સૌનું સારૂ કરજો.... નાગપંચમીના અવસરે ભાવથી પૂજા પ્રાર્થના

રાજકોટ : આજે નાગપંચમી છે. સરમળીયાદાદા, ખેતલીયાદાદા, જોડીયાદાદા, વાસંગી દાદા જેવા નામોથી ઓળખાતા નાગદેવતાના મંદિરોમાં આજે ભાવથી પૂજા અર્ચના થઇ હતી. સાથો સાથ કોરોના મહામારીમાંથી સૌ કોઇ ઉગરી જાય તેવી પ્રાર્થનાઓ પણ થઇ હતી. રાજકોટના આર.કે.સી. મેદાનમાં આવેલ નાગદાદાના મંદિરમાં આવી જ કઇક પૂજા - પ્રાર્થના થઇ રહેલ જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:52 am IST)