Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ભારતની આભાસી વર્ચ્યુઅલ કોર્ટની કામગીરીની સોમવારે બેઠક : કોર્ટોમાં ફીઝીકલ કામગીરીની માંગણીનો પડઘો પડશે?

અભયભાઈ ભારદ્વાજ વકીલોની માગણીનો પડઘો પાડે તેવી લાગણી

રાજકોટ,તા.૨૫: રાજય સભામાં રાજકોટ શહેરના અભય ભારદ્વાજ એડવોકેટની નીમણુક થયા બાદ શપથગ્રહણ કરવામાં આવેલ ત્યારબાદ તેમની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પર્સનલ પબ્લીક ગ્રીવન્સ લો એન્ડ જસ્ટીસ કમીટીમા નીમણુક કરવામાં આવેલી છે. આ મીટીંગ પાર્લામેન્ટ હાઉસમાં તાઃ૨૭/૭/ર૦ ના રોજ રાખવામાં આવેલ છે.

 

હાલમાં ભારત ભરની સુપ્રીમ કોર્ટથી જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં છેલ્લા ચાર મહીનાથી અદાલતોમા ફીઝીકલ કામગીરીના બદલે વરચ્ચુલ કોર્ટ (આભાસી) કોર્ટ દ્વારા કામગીરી થઈ રહેલ છે અને આ કામગીરીથી દેશમા બે થી ત્રણ વર્ષના કામની પેન્ડેન્સી વધી ગયેલ છે. આવા સંજોગોમાં દેશભરમાંથી વકીલો દ્વારા વરચ્ચુલ કોર્ટોના બદલે ફીઝીકલ કોર્ટો શરૂ કરતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા તથા અનેક સ્ટેટ બાર કાઉન્સીલો અને બાર એસોસીએશનો દ્વારા રજુઆત કરાઈ છે.

આગામી તાઃ૨૭/૭/૨૦ ના કેન્દ્ર સરકારની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ 'ભારતભરની વરચ્ચુઅલ ન્યાયાલયોની કામગીરી' સંબંધે પાર્લામેન્ટમાં મીટીંગ રાખવામાં આવેલ છે અને હાલમાં નીયુકત થયેલ રાજય સભાના મેમ્બર અભયભાઇ ભારદ્વાજની નીમણુક થતા દેશ ભરના સેશન્સથી લોઅર કોર્ટમા વકીલાત કરતા વકીલોની વેદના રજુ કરશે અને વકીલોનો પડઘો પાડશે તેવુ વકીલ વર્તુળમા ચર્ચાઈ રહેલ છે અને શ્રી અભય ભારદ્વાજ ફીઝીકલ અદાલતો શરૂ કરવા ચર્ચા કરશે તેવુ જણાઈ રહેલ છે.

(11:50 am IST)