Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

ભાજપ અવિશ્વાસ દરખાસ્ત મૂકાવે તો કાનૂની લડત

છ-બાર મહિના સુધી પ્રમુખ -ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત ન મૂકી શકાય તેવા અન્ય પંચાયત માટેના ચુકાદાનો અભ્યાસ શરૂ કરતુ ખાટરિયા જુથ

રાજકોટ, તા. ૨૫ :. જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસના અસંતુષ્ઠોને બળવાખોરની ભૂમિકામાં મુકી દીધા છે. શુક્રવારે સામાન્ય સભામાં સમિતિઓની રચના વખતે કોંગ્રેસને પછાડવામાં ભાજપ સફળ થાય તો સામાન્ય સભા પછી તુરત પ્રમુખને અવિશ્વાસ દરખાસ્ત સુપ્રત કરવા માગે છે. જો ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકે તો ૧૫ દિવસમાં ફરી સામાન્ય સભા બોલાવવાના બદલે કાનૂની રાહે લડત આપવાનું ખાટરિયા જુથ વિચારી રહ્યુ છે.

હાઈકોર્ટે ભૂતકાળમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સંદર્ભમાં ચુકાદો આપેલ તે મુજબ પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા પછી ઓછામાં ઓછા ૬ માસ અથવા ૧૨ માસ અવિશ્વાસ દરખાસ્ત મુકી શકાતી નથી. આ ચુકાદાનો આધાર લઈ અવિશ્વાસ દરખાસ્તને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી ચાલી રહી છે. અલ્પાબેન પ્રમુખ બન્યાને હજુ એક મહિનો થયો છે. હાલ તૂર્ત સમિતિઓની રચનામાં બહુમતી પુરવાર કરવા ખાટરિયા જુથ પ્રયત્નશીલ છે. જો અવિશ્વાસ દરખાસ્ત આવે તો રાજકીય અને કાનૂની દાવપેચ જામશે.(૨-૨૮)

(4:40 pm IST)