Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

સદ્દગુરૂ આશ્રમે શુક્રવારે ગુરૂપૂર્ણીમાં ઉત્સવ

ચરણ પાદુકા દર્શનાર્થે મુકાશે : રક્ષાદોરીનું વિતરણ : બપોરે મહાપ્રસાદ : મનોકામના સંપૂર્ત યજ્ઞ, રકતદાન કેમ્પ, સુપર મેગા નેત્રયજ્ઞ, ભજન, સંગીત, વ્યાખ્યાન સહિત શ્રેણીબધ્ધ કાર્યક્રમો

રાજકોટ તા. ૨૫ : અહીના સદ્દગુરૂ આશ્રમ (કુવાડવા રોડ) રોડ પર આવેલ શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે તા. ૨૭ ના શુક્રવારે ગુરૂપૂર્ણીમાં ઉત્સવ ધામધુમથી ઉજવાશે.

મંગળા આરતી સવારે ૫.૩૦ વાગ્યે, ૮.૩૦ થી ૧૦.૩૦ ષોડશોપચાર પુજન અર્ચન, શ્રીરામ રક્ષાસ્ત્રોત, પ્રાર્થના, સ્વાધ્યાય, સામુહિક થશે. પ્રત્યક્ષ દર્શનની ઝાંખી સવારે ૫.૩૦ થી બપોરે ૨.૪૫ વાગ્યા સુધી નીજ મંદિરમાં થતી રહેશે.

શાસ્ત્રોકત વિધિ વિધાન સંપૂર્ત રક્ષાદોરીનું દર્શનાર્થીઓને પ્રસાદરૂપે વિતરણ કરાશે. સવારના ૬ થી રાત્રીના ૧૨.૩૦ સુધી આ લાભ લઇ શકાશે.

સવારે ૧૦.૩૦ વાગ્યાથી બપોરે ૨.૩૦ સુધી સદ્દગુરૂ મહાપ્રસાદની વ્યવસ્થા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ ગ્રાઉન્ડ, સદ્દગુરૂ આશ્રમ માર્ગ ખાતે કરવામાં આવેલ છે.

બજરંગબલીની પ્રસન્નતા અર્થે મનોકામના સંપૂર્તી યજ્ઞ પણ થશે. સવારે ૮.૩૦ થી રાત્રીના ૧૨.૩૦ સુધી અક્ષત હોમાશે. જેનો સૌકોઇ શ્રધ્ધાભાવે લાભ લઇ શકશે.

સેવાયજ્ઞના ભાગરૂપે રકતદાન કેમ્પ પણ રાખેલ છે. સુપર નેત્રયજ્ઞ અને ભજન સંગીત વ્યાખ્યાન સહિતના કાર્યક્રમો પણ થશે.

પૂર્વ તૈયારી માટે સ્વયં સેવકની એક મીટીંગ મળી હતી. જેમાં ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણી, વ્યવસ્થા વિભાગના સંત્રી નવીનભાઇ ઠકકર, વરીષ્ઠ પત્રકાર કાંતિભાઇ કતિરાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. (૧૬.૭)

(4:38 pm IST)