Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

સગીરાના અપહરણ-બળાત્કાર કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા. રપ :  રાજકોટ શહેરમાં આવેલ વાવડી પંથકના ફરીયાદીએ પોતાની સગીર વયની ૧૬ પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ ૬ તેમજ એટ્રોસીટી એકટની કલમ ૩ (ર) (પ) મુજબની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરપોી પરેશ પ્રભાત જમોડની રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા પોકસો અદાલતે આ કામના આરોપી પરેશ પ્રભાત જમોડને ઉપરોકત ગુન્હાના કામ સબબ નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ટુંકમાં હકીકત એવી છે કે ૧૬ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાવે અપહરણ કરી જવા અંગેની આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૩(ર)(પ) મુજબની ફરીયાદ આપેલ હતી.

આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી ૧૪ સાહેદોને તપાસવામાં આવેલ તેમજ દસ ડોકયુમેન્ટરી પુરાવાઓ રજૂ કરવામાં આવેલ આ કામમાં અતિ મહત્વના ગણતા સાહેદો એટલે કે ફરીયાદી અને ભોગ બનનારની કોર્ટ સમક્ષની જુબાનીમાં ઘણો બધો વિરોધાભાસા રહેલ હોય તેમજ તેમની જુબાની શંકાશીલ હોય જે ફરીયાદ પક્ષના કેસને નિઃશંક પણે પુરવા કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ આ કામના આરોપીને સ્પે. પોકસો કોર્ટના જજ શ્રી એમ. એમ. બાબી આરોપીને પોકસો તથા એટ્રોસીટી એકટના ગુન્હામાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ જાહીદ એન. હિંગોરા, આર.બી. મકવાણા તેમજ કે.એમ. મહેતા રોકાયેલા હતા. (૯.૭)

(4:33 pm IST)