Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

અલોહા- બ્રેઈન ડેવલપમેન્ટ અને સ્માર્ટ ઈંગ્લીશના નવા સેન્ટરનો પ્રારંભ

બાળકોને બ્રેઈન ડેવલપમેન્ટ અને સ્માર્ટ ઈંગ્લીશની ઈન્ટરનેશનલ કક્ષાની તાલીમ મળશે

રાજકોટ,તા.૨૫: શહેરના યાજ્ઞિક રોડ ખાતે વ્હીઝ કીડઝ એકેડેમી દ્વારા આ રવિવારે અલોહા કે જે વિશ્વની પ્રથમ અને સૌથી મોટી મલેશિયા બેઈઝ કંપની છે કે જે ૬ થી ૧૪ વર્ષના બાળકોની બ્રેઈન ડેવલપમેન્ટની ટ્રેનિંગ એબેકસ અને એરિથમેટીક (ગણિત)ની મદદથી આપે છે, તેના સેન્ટરનું યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિર ચોક ખાતે, ગીતાંજલી બિલ્ડીંગમાં શરૂ થયુ છે. આ સેન્ટરમાં બાળકોને બ્રેઈન ડેવલપમેન્ટ અને સ્માર્ટ ઈંગ્લીશની ઈન્ટરનેશનલ કક્ષાની ટ્રેનીંગ મળશે.

અલોહા સેન્ટરમાં ૩ એર કન્ડીશન સ્ટડી રૂમ સાથે ટ્રેનીંગ આપવામાં આવે છે. આ સેન્ટરમાં અભ્યાસથી બાળકો આત્મવિશ્વાસથી ઈંગ્લીશ બોલી અને લખી શકે છે. તેમજ આ સંસ્થાના વિશ્વ વિખ્યાત મેન્ટલ એરિથમેટીકસ પ્રોગ્રામથી ગણિતના માસ્ટર બની શકે છે. આ ઉપરાંત રાઈ સ્માર્ટ એપનો ઉપયોગ કરીને બાળકોના હેન્ડ રાઈટીંગ સુધારવામાં આવે છે. આ સેન્ટરમાં ઈંગ્લીશ અને ગુજરાતી બન્ને માટે આવશ્યકતા મુજબ અલગ અલગ કોર્સીસ છે. આ સેન્ટરમાં દાખલ થવાથી ઓરલ કોમ્યુનિકેશનમાં ફલ્યુઅન્સી અને કોન્ફીડેન્સમાં વધારો થાય છે, રીટન કોમ્યુનિકેશનમાં વૈવિધ્યતા વિકસે છે, અસરકારક રજુઆત માટે બહોળો શબ્દ ભંડોળ પ્રાપ્ત થાય છે અને ઈંગ્લીશ ગ્રામરમાં નિપુણતા આવે છે. અભ્યાસના વિષયોનો વધુ સારી રીતે સમજી પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી શકાય છે, કેલ્કયુલેટરની મદદ વગર ગણિતના અઘરા દાખલાઓ સરળતાથી ઉકેલી શકાય છે.

બાળકોને શ્રેષ્ઠ સ્મૃતિ, ધારદાર તર્કર્શાસ્ત્ર અને ઉંચી રચાનાત્મકતા પ્રાપ્ત થવા ઉપરાંત તીવ્ર સંકેન્દ્રિકતતા અને કલ્પનાશીલતાનો વિકાસ થાય છે. ઝડપી પૃથ્થકરણ અને તીવ્ર આઈકયુ (બુધ્ધિઆંક) માટે આ સેન્ટરમાં જોડાવું ફાયદાકારક રહેશે એમ આ સેન્ટરના સંચાલકો રમેશભાઈ લોલારીયા, હર્ષદભાઈ રાણપરા, નિરેનભાઈ બારભાયા અને કશ્યપભાઈ પીઠવાએ જણાવ્યું હતું. સેન્ટરમાં બેચનો સમય સોમવારથી શનિવાર બપોરે ૪ થી ૬ અને સાંજે ૬ થી ૮નો છે અને રવિવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધીનો છે. તેમ યાદીમાં જણાવાયું છે.(૩૦.૧૨)

(4:30 pm IST)