Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મ્યુ. કોર્પોરેશન તથા ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા માં વાત્સલ્ય કાર્ડ કેમ્પ યોજાયોઃ ર૯૦ પરિવારે લાભ લીધો

રાજકોટ તા. રપઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ   દ્વારા માં વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં ગુર્જર સુતાર જ્ઞાતિના ૨૯૦ પરિવારોને માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદદ્યાટન ડો.એસ.ટી. હેમાણી (અગ્રણી તબીબી) રાજકોટ દ્વારા દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવેલ.. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં બીનાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે મોહનભાઈ કુંડારિયા – સંસદસભ્ય, રાજકોટ, ધનસુખભાઈ ભંડેરી - ચેરમેન, ગુજરાત મ્યુની.ફાયનાન્સ બોર્ડ., કમલેશભાઈ મીરાણી – પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ., નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), ગોવિંદભાઈ પટેલ – ધારા સભ્ય, રાજકોટ., અરવિંદભાઈ  રૈયાણી – ધારાસભ્ય, રાજકોટ., લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્ય, રાજકોટ, ભાનુબેન બાબરીયા – રાષ્ટ્રીય મંત્રી, અનુસુચિત જાતિ મોરચો, અંજલીબેન રૂપાણી – પ્રભારી રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો, ભીખાભાઈ વસોયા પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર, ભા.જ.પ., અશ્વિનભાઈ મોલીયા (ડે. મેયર, રાજકોટ મ્યુ. કો.), દલસુખભાઈ જાગાણી (નેતાશ્રી શાસક પક્ષ, રાજકોટ મ્યુ. કો.), અજયભાઈ પરમાર (દંડકશ્રી રાજકોટ મ્યુ. કો.), જીતુભાઈ કોઠારી (મહામંત્રી રાજકોટ શહેર ભા.જ.પ.), દેવાંગભાઈ માંકડ (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.), કિશોરભાઈ રાઠોડ (મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ.), કશ્યપભાઈ શુકલ (કોર્પોરેટર, વોર્ડ નં.-૭), હિરલબેન મહેતા (કોર્પોરેટર, વોર્ડ નં.-૭), મીનાબેન પારેખ (કોર્પોરેટર, વોર્ડ નં.-૭), મનીષભાઈ ભટ્ટ (શહેર ભાજપ ઉપપ્રમુખ), અનિલભાઈ પારેખ – (કોષાધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ), સુરેન્દ્રસિંહ વાળા – (પ્રભારીવોર્ડ નં.-૭), જીતુભાઈ સેલારા – (પ્રમુખવોર્ડ નં.-૭), રમેશભાઈ  પંડ્યા  - (મહામંત્રી વોર્ડ નં.-૭), કિરીટભાઈ ગોહિલ – (મહામંત્રી વોર્ડ નં.-૭) ઉપસ્થિત રહેલ. તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમા રસિકભાઈ બદ્રકિયા – પ્રમુખ ગુર્જર સુતાર જ્ઞાતિ, પ્રદીપભાઈ કે.કરગથરા – મંત્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, કાંતિભાઈ પી. તલસાણીયા – ઉપપ્રમુખગુર્જર સુતાર જ્ઞાતિ, જગુભાઈ કે ભારદિયા  – અધ્યક્ષ ગુર્જર સુતાર જ્ઞાતિ, જગદીશભાઈ એમ. સોડાંગર – ઉપાધ્યક્ષ ગુર્જર સુતાર જ્ઞાતિ ઉપસ્થિત રહેલ હતા.

(3:36 pm IST)