Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ટાગોર રોડ રોશનીથી ઝળહળ્યોઃ નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે લોકાર્પણ

રાજકોટઃ. શહેરના વોર્ડ નં. ૭માં આવેલ ટાગોર રોડ પર અંદાજીત રૂ. ૭.૨૫ (સાત લાખ પચ્ચિસ હજાર)ના ખર્ચે એલ.ઈ.ડી. લાઈટ ફીટ કરવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ ભાજપ અગ્રણી - પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેલ હતા. અતિથિ વિશેષ પદે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં. ૭ના કોર્પોરેટર અજયભાઈ પરમાર, મીનાબેન પારેખ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા તેમજ વોર્ડ નં. ૭ ભાજપ પ્રમુખ જીતુભાઈ સેલારા સહિત કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, નીખીલભાઈ ભટ્ટ, રંજન ત્રિવેદી, કમલેશભાઈ, ઈશ્વરભાઈ જાતીયા, રાજુભાઈ મુંધવા, અશોકભાઈ સમાણી, જયુભાઈ રાઠોડ, નીખીલભાઈ મહેતા, સંદીપભાઈ ડોડીયા, જાશીતાબેન બરવાડીયા, કિરીટભાઈ કમાલીયા, મોહિતભાઈ ગણાત્રા, વિજયભાઈ ચૌહાણ, રાહુલભાઈ દવે, પાર્થરાજસિંહ ચૌહાણ, વિશાલભાઈ માંડલિયા, દક્ષાબેન શાહ, પુર્વીબા, જયશ્રીબેન રાવલ, ચેતનભાઈ મહેતા, ધીરેન્દ્રભાઈ પારેખ, ભરતભાઈ ગમારા, રમણીકભાઈ પટેલ, રજાકભાઈ અગવાન, રસિકભાઈ મોરધરા, પ્રવીણભાઈ ચાવડા, જીજ્ઞેશ ધ્રુવ, દીલજીત ચૌહાણ, નીતિનભાઈ જશવા, આલુભાઈ ઓડ વિગેરે તથા બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહેલ. સમગ્ર આયોજન વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકાના લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયાએ સંભાળેલ.

(3:36 pm IST)