Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જૈન તપગચ્છ સંઘમાં સરસ્વતિ સન્માનઃ જૈન વિઝન દ્વારા સમગ્ર ટીમનું બહુમાન

રાજકોટઃ જૈન તપગચ્છ સંઘ દ્વારા જૈન સમાજના ટોપ તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વિધાર્થીને ગોલ્ડ મેડલ અને અન્ય ગિફટથી નવાજવામાં આવેલ હતા સાથે સાથે દરેક વિધાર્થીના સન્માન સાથે અને તાળીઓ ના ગળગળાટ વચ્ચે સમગ્ર જૈન સમાજની ઉપસ્થિતિમાં જૈન આગેવાનો ની વચ્ચે દરેકને ભવ્યાતિભવ્ય સરસ્વતી વંદનમાં વિદ્યાર્થીનું વીશેષ સન્માન કરવામાં આવેલ હતું. આ અવસરે ટિમ જૈન વિઝન ખાસ ઉપસ્થિત રહેલ હતું અનેં સમગ્ર આયોજનની સરહના કરી જૈન વિઝન દ્વારા સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળાનું અને એમની સમગ્ર ટિમનું  શાલ અને ચાંદીનું નાળિયેર મોતીની માળા અને ફૂલ હારથી સન્માન કરવામાં આવેલ હતું.

(3:32 pm IST)