Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રામેશ્વર મહાદેવ મંદિરે સીસીટીવી કેમેરાનું લોકાર્પણ- ધાબડા વિતરણ- વૃક્ષારોપણ

રાજકોટઃ અહિંના શ્રી રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર (૨/૭ લક્ષ્મીનગર) ખાતે પ્રદેશ અગ્રણી તથા વોર્ડ નં.૮ના કોર્પોરેટર નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે સી.સી.ટી.વી. કેમેરાનું લોકાર્પણ તથા વિધવા બહેનોને ધાબડા વિતરણ તેમજ વૃક્ષારોપણ તેમના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા નીતિનભાઈ ભારદ્વાજ તેમજ મધુભાઈ ભટ્ટ, આર.એસ.એસ. (નાગરીક બેંક)નું વિશેષ સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત વોર્ડનં.૮ના કોર્પોરેટર તથા ગાર્ડન સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, પ્રભારી નિતીનભાઈ ભુત, વોર્ડ પ્રમુખ વી.એમ.પટેલ, શહેર મંત્રી મહેશભાઈ રાઠોડ, વોર્ડ મહામંત્રી કાથડભાઈ ડાંગર, રમેશભાઈ ચાવડીયા, અશ્વિનભાઈ પાંભર, રઘુભાઈ સોલંકી, લીગલ સેલ કન્વીનર હિતેશભાઈ દવે, સમીરભાઈ ખીરા, દિલસુખભાઈ, જયેન્દ્રસિંહ સરવૈયા, ધર્મેન્દ્રભાઈ, અશોકભાઈ જાદવ, જસ્મીનભાઈ મકવાણા, પાર્થભાઈ જાવીયા, મિતેશભાઈ દાણીધારીયા, મહિલા મોરચાના અલ્કાબેન કામદાર, રીટાબેન પટેલ, રક્ષાબેન જોષી, નીનાબેન વજીર, દિપાબેન મલ્કાન, રાજેશ્રીબેન, રાજુલબેન, હર્ષાબેન પટેલ તેમજ આર.એસ.એસ.ના મધુભાઈ ભટ્ટ, અનિશભાઈ બેચરા, ભરતભાઈ કુંવરીયા, મહેન્દ્રભાઈ ટાંક, વિપુલભાઈ સિહોરા, મહેશભાઈ વેકરીયા તેમજ હિન્દુ યુવા વાહીનીના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, આનંદસિંગ, સંજય ગઢવી તેમજ તેમની ટીમ હાજર રહેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ ભટ્ટ મો.૯૮૭૯૫ ૩૪૫૮૧,  ઉપપ્રમુખ હસમુખસિંહ ગોહીલ મો.૯૯૦૯૨ ૮૦૮૬૯, રામદેવસિંહ ગોહીલ, ભુપતભાઈ ભટ્ટ, પંકજભાઈ તુવેર, જગદીશભાઈ વરમોરા, હસુભાઈ લાઠીયા, સુરેન્દ્રસિંહ રાણા, વિક્રમસિંહ ગોહીલ, ચિરાગભાઈ ધામેચા (સી.જે.), અમૃતલાલ, ભીખાભાઈ મકવાણા, અમન ભટ્ટ, દેવમભાઈ, ભવ્યભાઈ, કિશનભાઈ, સંદિપભાઈ વગેરે જહેમત ઉઠાવેલ હતી.

(3:32 pm IST)