Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઝોન-૧ હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રાઇવઃ દારૂ પી વાહન હંકારતા ૮ પકડાયા

છરી સાથે બે, એમવીએકટના ૧૧ કેસઃ ૩૧૩ વાહનો ચેક કરાયાઃ ૧૧૩ એનસી કેસ અને ૮૪ લોકોને ઇ-મેમો મોકલાયા

રાજકોટઃ શહેરના નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ રવિકુમાર સૈનીના વિસ્તાર હેઠળના પોલીસ મથકો જેમ કે એ-ડિવીઝન, બી-ડિવીઝન, થોરાળા, ભકિતનગર, આજીડેમ અને કુવાડવા પોલીસ મથકના પીઆઇ અને ટીમો દ્વારા ગત રાત્રે નવ થી બાર સુધી ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત બ્રેથ એનેલાઇઝર, આરટીપી એપ્લીકેશન, ઇ-મેમો, સુરક્ષા કવચ એપ્લીકેશન, એમસીઆર તથા ટપોરીઓ, બુટલેગરોને ચેક કરવાની કામગીરી થઇ હતી. પી.આઇ. વી. કે.ગઢવીના જણાવ્યા મુજબ આ ડ્રાઇવમાં દારૂ પી વાહન હંકારવાના ૮ કેસ, છરી રાખવાના ૨ કેસ, એમવીએકટ-૨૦૭-વાહન ડિટેઇનના ૧૧ કેસ, ૧૧૩ એનસી કેસ અને ૮૪ ઇ-મેમો અપાયા હતાં. કુલ ૩૧૩ વાહનો ચેક કરવામાં આવ્યા હતાં. તસ્વીરોમાં ડ્રાઇવની કામગીરી જોઇ શકાય છે.

(3:26 pm IST)