Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

૧૦૦ રૂપિયાના ગાંઠીયા દાબી લીધા પછી 'અમારા પૈસા થોડા હોય' કહી ખીમજી ભરવાડનું નાક તોડી નાંખ્યું

ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ચા-નાસ્તાના ધંધાર્થી પર લાલા અને વાલાનુ હુમલો

રાજકોટ તા. ૨૫: ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ હોસ્પિટલના ગેઇટ નજીક ગાત્રાળ ટી સ્ટોલ નામે ચાનો થડો અને ગાંઠીયા-નાસ્તાની લારી રાખી ધંધો કરતાં રૈયાધારના ખીમજીભાઇ રણમલભાઇ ઝાપડા (ઉ.૪૨)  નામના ભરવાડ યુવાનને રૈયાધારના રિક્ષાચાલકો લાલા ભરવાડ અને વાલા આહિરે ઝઘડો કરી નાક પર ધૂંબા-પાઇપ ફટકારી લોહીલુહાણ કરી નાંખતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.

આ અંગે હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ખીમજીભાઇના કહેવા મુજબ લાલા અને વાલાએ સો રૂપિયાના ગાંઠીયા ખાઇ લીધા હતાં અને ચાલતી પકડી હતી. મેં પૈસા માંગતાં બંનેએ 'અમારા પૈસા થોડા હોય' તેમ કહી ઝઘડો કરી હુમલો કરી દીધો હતો. બંને નશો કરીને આવ્યા હોય તેવું લાગતું હતું.

(12:05 pm IST)