Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ડીસીબીમાં અમારી બાતમી કેમ આપે છે?...કહી સંજય પાઉને છરી બતાવી પતાવી દેવાની ધમકી

ત્રિવેણી સોસાયટીના હિતેષ, તેના સાળા સંજય અને અજાણ્યા સામે ગુનો

રાજકોટ તા. ૨૫: ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણી સોસાયટી-૩માં રહેતાં સંજયભાઇ ચીમનલાલ પાઉ (ઉ.૪૪) નામના યુવાનને    પડોશી હિતેષ કાનજીભાઇ વાંજા, તેના સાળા સંજય અને અજાણ્યા શખ્સે તમે ડીસીબીમાં અમારી બાતમી આપી છે...તેમ કહી ગાળો દઇ છરી બતાવી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

માલવીયાનગરના પીએસઆઇ જે. એ. ખાચરે સંજયભાઇની ફરિયાદ નોંધી છે. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. ફરિયાદમાં જણાવાયું છે કે સંજયભાઇ રાત્રે અગિયારેક વાગ્યે ઘરે હતાં ત્યારે હિતેષ સહિતનાએ આવી ગાળો દીધી હતી અને ડીસીબીમાં તમે બાતમી આપી છે...તેમ કહી છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. પંદરેક દિવસ પહેલા પડોશી હિતેષ વાંજાને ત્યાં ડીસીબીએ રેઇડ કરી હતી. તેમાં સંજયભાઇએ બાતમી દીધાની શંકા કરી આ ડખ્ખો કરાયો હોવાનું બહાર આવ્યું છે.

(12:04 pm IST)