Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વિરડા વાજડીના સચીન કોળીનું હરિપર પાળમાં વિજકરંટથી મોત

પાણીનો ફેરો કરવા ગયો ત્યારે બનાવઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૫: કાલાવડ રોડ પરના વિરડા વાજડી ગામે રહેતાં સચીન ભરતભાઇ કિહોરા (ઉ.૨૩) નામના કોળી યુવાનનું હરિપર પાળ ગામે વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ટ્રેકટરમાં પાણીના ફેરાનું કામ કરતો સચીન કિહોરા ગઇકાલે લોધીકાના હરિપર પાળ ગામે ઇંટોના ભઠ્ઠા પર પાણીનો ફેરો કરવા ગયો ત્યારે પ્લગમાં મોટરની પીન ભરાવતી વખતે કરંટ લાગતાં બેભાન થઇ જતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજતાં લોધીકા પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. નિકુંજભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

સચીન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના પત્નિનું નામ રજનીબેન છે. સંતાનમાં એક પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.

(11:53 am IST)