Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રાજકોટના આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ૩ જુલાઇએ ખેડુત સંમેલન

આફ્રીકાના ડેલીગેશન સાથે ચર્ચા વિચારણા અને પ્રશ્નોતરી

રાજકોટ તા. ૨૫ : આફ્રિકામાં ખેતીનો વિકાસ નોંધનીય બની રહ્યો છે ત્યારે આફ્રિકાના પ્રગતિશીલ ખેડુતો સાથે ભારતીય ખેડુતો પણ વિચારોની આપ લે કરી શકે તે હેતુથી રાજકોટમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મેળમાં તા. ૩ જુલાઇના એક ખેડુત સંમેલન ગોઠવવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા તા. ૩ ના મંગળવારે બપોરે ૨ થી ૬ વેપાર મેળના ગ્રાઉન્ડમાં યોજાયેલ આ પ્રગતિશીલ ખેડુતોના સંમેલનમાં આફ્રિકાની ખેતી અંગે  ચર્ચા વિચારણા અને પ્રશ્તોતરીનો ક્રમ રખાયો છે. ત્યાના ડેલીગેશન સાથે અહીંના ખેડુતો ચર્ચા કરી શકશે. સૌરાષ્ટ્ર કચ્છના વધુને વધુ ખેડુતોએ લાભ લેવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પારસભાઇ પટેલ (મો.૯૮૨૪૫ ૫૧૯૧૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)