Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઉપાસકોની ઉપાસનામાં ઉપાશ્રય અતિ જરૂરી છેઃ પૂ.ધીરજમુનિ

ઘાટકોપરમાં નવનિર્મિત ઉપાશ્રયના વિવિધ નામકરણ લાભ લેતા શ્રાવકો

 રાજકોટઃ તા.૨૫, વર્ધમાન સ્થા. જૈન સ્વાધ્યાય સંઘ - ઘાટકોપરના ઉપક્રમે ઝવેરબેન સભાગૃહ મધ્યે ડુંગર-અજરામર દરબાર ખાતે અનુગ્રહ પ્રદાતા પૂ.શ્રી ધીરગુુરૂદેવના શુભંકર સાંનિધ્યે ઉપાશ્રય નવનિર્માણ ઉદઘોષણા સમારોહ પ્રસંગે આચાર્ય પૂ. ભાવચંદ્રજી સ્વામીના સુશિષ્ય છોટે ગુરુદેવ પૂ. વિમલચંદ્રજી મ.સા., પૂ. ગૌતમચંદ્રજી મ.સા તથા મહાસતીજી વૃંદની ઉપસ્થિતિમાં સમારોહ પ્રમુખ જીવદયારત્ન મહેન્દ્રભાઇ સંગોઇની અધ્યક્ષતામાં યુવામંડળના સ્વાગતગીત બાદ સંઘપ્રમુખ મુકેશભાઇ ગાંધી એ સહુને આવકાર્યા હતા.

 પૂ. વિમલમુનિએ કહેલ કે- વિચાર કરશોતો રહી જશો. પહેલાના સમયમાં એક દાતા ઉપાશ્રયનું નિર્માણ કરતાં હતા. અહિં તો અનેક દાતાઓએ સર્જન કરવાનુ છે. પૂ.શ્રી ધીરગુરુદેવ  જણાવેલ કે આજના કાળમાં ઉપાસકોને ઉપાસના કરવામાં ઉપાશ્રય અતિ જરૂરી છે. જીવનમાં સત્કર્મ કરવાનો સંદેશ ઉપાશ્રયે થી  મળે છેે. જીંદગીમાં કયારેય ઉપાશ્રયનો વિરોધ કરનારા બનશો નહિ. કેમકે સંસારત્યાગી સાધુ સંતોનું નિવાસ સ્થાન છે.

 જીવદયાલેનમાં નવનિર્મિત ઉપાશ્રયના મુખ્ય નામકરણનો લાભ લાકડીયા નિવાસી કેસરબહેન વહાવીર ગડા અને કુવરબેન વિનોદભાઇ સતરા, વ્યાખ્યાન હોલનો પુંજીબેન હરઘોર કારીઆ, ગૌતમ ગોચરી કક્ષનો મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ, જ્ઞાનકક્ષનો અરૂણાબેન રતિલાલ ગાંધી સુધીરભાઇ વી. ગાંધી, દર્શન કક્ષનો જશંવતભાઇ જોબાલીયા અને વિનોદભાઇ લાખાણી, સુધર્મ પ્રવચન પાટનો લલિતભાઇ આર.બાવીસી તેમજ અન્ય દાતાઓએ તીર્થકર નામાવલી વગેરેનો લાભ લઇને આશરે ૫ કરોડનું માતબર ભંડોળ થવા પામેલ. જીવદયાકળશનો લાભ નલીનીબેન પ્રસનભાઇ ટોલીયાએ લીધેલ  દાતા પરિવારના હસ્તે શાસનપ્રગતિની અર્પણ વિધિ યોજાયેલ.

(3:48 pm IST)