Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જીલ્લા ગાર્ડન ખાતે ડો. આંબેડકરજીના સ્મારકની સ્થળ મુલાકાતે પદાધિકારીઓઃ કામ તાકિદે પૂર્ણ કરવા સુચનાઃ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની રાજકોટની મુલાકાતની કાયમી સ્મૃતિ માટે, તેઓ રાજકોટમાં જે સ્થળે આવેલ તે જીલ્લા ગાર્ડન ખાતે ભવ્ય સ્મારક બનાવવાનું કામ હાથ ધરવામાં આવેલ છે. આ સ્મારકનું કામ પૂર્ણતાના આરે છે. તેની આજરોજ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીયમંત્રી ભાનુબેન બાબરીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ વિગેરેએ સ્થળ મુલાકાત લીધી હતી. આ સ્મારકમાં તૈયાર થનાર ડો. આંબેડકરની ફોટો ગેલેરી તથા અન્ય આનુષાંગિક કામ હવે તાત્કાલિક પૂર્ણ કરવા અને આ માટે નાગપુર ખાતેની ડો. આંબેડકરજીની દિક્ષા ભૂમિની મુલાકાતે મહાનગરપાલિકાના પ્રતિનિધિઓને નજીકના દિવસોમાં મોકલવા સંબંધક અધિકારીઓને સુચના આપવામાં આવેલ. તેમજ આ પ્રોજેકટનું બાકી રહેલ કામ બનતી ત્વરાએ પૂર્ણ કરવા જણાવવામાં આવેલ. આજની આ મુલાકાતમાં મહાનગરપાલિકાના નાયબ કમિશનર ચેતન નંદાણી, ડેપ્યુટી સેક્રેટરી સી. એન. રાણપરા, સાંસ્કૃતિક વિકાસ વિભાગના આસી. મેનેજર અમિત ચોલેરા, વોર્ડ નં.૧૪ના નાયબ ઈજનેર હરિસિંહ વસાવા, લાયબ્રેરીયન આરદેશણા વિગેરે ઉપસ્થિત હતા.(૨૨.૧૩)

(3:33 pm IST)