Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રાજકોટ બ્રાન્ચ ઓફ icai દ્વારા 'ડાયરેકટ ટેક્ષ' અંગે સેમીનાર

રાજકોટ : ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાન્ચ દ્વારા તા. ૨૫ થી ૩૦ને શનિવાર સુધી 'ડાયરેકટ ટેક્ષ' ના કાયદામાં આવેલા ફરફારો ઉપર છ દિવસીય સેમીનાર શરૂ થયેલ છે. જેમાં વકતા સીએ બ્રીજેન સંપત, સીએ સુમિત શીંગાળા, સીએ રાજીવ દોશી, સીએ દિપક રીન્ડાની, સીએ કલ્પેશ દોશી,સીએ દર્શક ઠક્કર દ્વારા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે. આ સેમીનાર માટે બ્રાન્ચ ચેરમેન સીએ અંકિત ચોટલીયા, સેક્રેટરી સીએ હાર્દિક વ્યાસ તથા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહયા છે. (૧.૨૨)

(3:33 pm IST)