Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ચોમાસામાં પૂરની સ્થીતિ સર્જાય નહી તે માટે તંત્રની આગોતરી તૈયારીઃ મેયર બીનાબેન રિવ્યુ બેઠક યોજશે

રેલનગર-અંડર બ્રીજ અને મહીલા કોલેજ બ્રીજમાં કુલ ૧૭ પંપ મૂકી વરસાદી પાણીનો નિકાલ લાવવામાં આવશે

રાજકોટ તા. રપ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા ચોમાસામાં પુર હોનારત સર્જાય નહી તે  માટે  પ્રિ-મોન્સુન એકશન પ્લાન બનાવવામાં આવે છે. જેની સમીક્ષા બેઠક આજે મેયર બીનાબેન આચાર્ય દ્વારા બોલાવવામાં આવી છે.

આ અંગે મેયર બીનાબેને જણાવ્યું હતું કે આજે સાંજે પ્રી-મોન્સુન એકશન પ્લાન અંગે ફાયર બ્રીગેડ, વોટર વર્કસ, બાંધકામ વગેરે વિભાગનાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી અને શહેરમાં વરસાદી પાણી નિકાલ માટેની આગોતરી વ્યવસ્થા સહિતની બાબતોની સમીક્ષા કરાશે.

આ ઉપરાંત નવું આયોજન શું કરવું તે અંગે સુચનો કરાશે.

આ તકે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જાહેર કર્યુ હતું કે ચોમાસામાં મહીલા કોલેજ અંડરબ્રીજમાં ૧પ હોર્સ પાવરની ૧૦ મોટર ત્થા કુલ ૪ પંપ અને જનરેટર સેટ છે. જેનાં દ્વારા દર કલાકે ર૬૦ ઘન મીટર પાણી બ્રીજમાંથી ઉલેચાશે.

જેથી આ બ્રીજમાં પાણી નહી ભરાય તેવી જ રીતે રેલનગર અંડર બ્રીજમાં ર૦ હોર્સ પાવરનાં પંપ મૂકી. અને દર કલાકે રપ૦ ઘન મીટર પાણી બ્રીજમાંથી ઉલેચાશે. આમ આ વર્ષે આ બન્ને બ્રીજમાં પાણી ભરાવાની સમસ્યા હળવી રહેશે.

(3:31 pm IST)