Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જંગલેશ્વર, પોપટપરા, ગંજીવાડાના દિનેશ, ફારૂક અને અજયને પાસામાં ધકેલાયા

લૂંટ, ચોરી, મારામારી સહિતના ગુનાઓમાં સંડોવણી હતીઃ ભકિતનગર, એ-ડિવીઝન અને થોરાળા પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૨૫: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે વધુ ત્રણ શખ્સને પાસામાં ધકેલી દીધા છે. જંગલેશ્વર એકતા કોલોની નદી કાંઠે રહેતાં અને અગાઉ વાહન ચોરીઓ, ઘરફોડી, લૂંટ, મારામારી સહિતના ગુનામાં પકડાઇ ચુકેલા અને પાસામાં પણ જઇ આવેલા દિનેશ ઉર્ફ ટીનો જીવાભાઇ વાળા (ઉ.૨૮)ને ફરીથી પાસામાં ધકેલવા વોરન્ટ ઇશ્યુ કરતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, ઇન્દુભા રાણા, નિલેષભાઇ મકવાણા, પ્રકાશભાઇ વાંક,  ભાવેશભાઇ મકવાણા, સલિમભાઇ મકરાણી સહિતે વોરન્ટની બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલ્યો છે.

જ્યારે પોપટપરા પોસ્ટ ઓફિસ સામે રહેતો ફારૂક યુસુફભાઇ કટારીયા (ઉ.૧૯) માથાભારેની છાપ ધરાવતો હોઇ અને શરીર સંબંધી ગુના આચરી ચુકયો હોઇ તેનું પાસાનું વોરન્ટ ઇશ્યુ થતાં એ-ડિવીઝનના પી.આઇ. બી. પી. સોનારા, પીએસઆઇ સાખરા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, ભાવેશભાઇ વસવેલીયા સહિતે વોરન્ટની બજવણી કરી વડોદરા જેલમાં ધકેલ્યો છે.

ઉપરાંત ગંજીવાડા મહાકાળી ચોકમાં રહેતાં અજય ઉર્ફ અજ્જુ મીઠાભાઇ મેર (કોળી) (ઉ.૨૩)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં થોરાળા પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ આર. એમ. કોટવાલ, અજીતભાઇ ડાભી, ડી. કે. ડાંગર, મુકેશભાઇ, ભુપતભાઇ, જયદિપસિંહ, નિશાંતભાઇ, મહશેભાઇ, નરસંગભાઇ, રોહિતભાઇ સહિતે વોરન્ટની બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલ્યો છે. (૧૪.૮)

(12:53 pm IST)