Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધતા કેન્દ્ર હરકતમાંઃ દર્દીની દરેક વિગત દિલ્હી મોકલાશે

રાજકોટઃ રાજયમાં કોરોના વાયરસની પરિસ્થિતિ શાંત થતા બીજી બાજુ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસોને લઈ સ્થિતિ ગંભીર થતી જાય છે.

રાજકોટના મ્યુકોરમાઇકોસીસના પ્રત્યેક્ષ કેસની વિગત તાત્કાલિક દિલ્હી મોકલવા આદેશ કરાયા છે. નવી મહામારી પર વોચ રાખવા માટે પોર્ટલ બનાવવામાં આવ્યું છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ થતાં તેની માહિતી દિલ્હીમાં મોકલવી પડશે. નોટિફાટેબલ ડિસીઝના લિસ્ટમાં મ્યુકોરમાઇકોસીસનો સમાવેશ કરાયો છે.

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં અલગ અલગ પ્રકાર જોવા મળ્યો છે. જેમ કે, 59 ટકા દર્દીઓની આંખમાં બ્લેક ફંગસ છે. 55 ટકા દર્દીને નાક-સાયનસમાં અને 18 ટકાને તાળવામાં ફંગસ જોવા મળ્યું છે. 7 ટકા દર્દીઓને મેનેન્જીસ (મગજમાં) અને 1 ટકા કાનમાં ફંગસ જોવા મળી છે. પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવા રાજકોટ સિવિલ હોસ્પિટલે 16 ડેટા ઓપરેટરની તાત્કાલિક નિમણૂંક કરી છે. અત્યાર સુધી અંદાજિત 500 દર્દીઓની એન્ટ્રી કરાઈ છે. સતત 24×7 કલાક ડેટા એન્ટ્રી કરવામાં આવશે. જેથી રાજકોટમાં આવતા દરેક દર્દીની વિગત ફીડ કરીને દિલ્હી મોકલાશે.

કોરોના બાદ મ્યૂકર માઈકોસિસઅને હવે દર્દીઓને ગેંગરીનનો ખતરો

કોરોના બાદ જીવલેણ મહામારી બ્લેક ફંગસ અર્થાત મ્યૂકર માઈકોસિસબાદ હવે ગુજરાતમાં વધુ એક ગંભીર બીમારીનો ખતરો ઉભો થયો છે. રોગનું નામ છે ગેંગરીન, જેના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગેંગરીન એક એવો રોગ છે, જેમાં દર્દીની નસોમાં લોહીના ગઠ્ઠા જામવા લાગે છે. જેના પગલે શરીરના જે-તે અંગને કાપવાની ફરજ પડે છે.કોરોનાની સારવાર કરાવી ચૂકેલા દર્દીઓ સાથે હવે આવી સમસ્યા આવી રહી છે. અમદાવાદમાં એવા કેટલાક કેસો સામે આવ્યા છે, જે હાલમાં કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યાં છે. હવે તેમને હાથ-પગમાં દુ:ખાવાની ફરિયાદ છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં રહેતા 26 વર્ષના હીરજી લુહારને ગેંગરીન થયા બાદ તેમનો એક પગ કાપવો પડ્યો હતો.

જો કે રોગ કોરોનાની પહેલા આવેલો છે અને તેનો ખતરો મુખ્યત્વે ડાયાબિટીશના દર્દીઓને વધારે હોય છે. જ્યારે સુગર લાંબા સમય સુધી અનિયંત્રિત રહે છે, તો શરીના કોઈ પણ અંગ પર ગેંગરીન થઈ શકે છે.

(5:37 pm IST)