Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મેયરે શરૂ કરી વોર્ડમાં યાત્રા

વોર્ડ નં.૧૨ના વિવિધ વિકાસકામો ઝડપથી પુર્ણ કરો : પ્રદિપ ડવની તાકિદ

પાણી, લાઇટ, ગટર બાકી રહેલ વિસ્તારોમાં મિલ્કતની આકારણી તેમજ સી.સી. રોડની કામગીરી સહિતના પ્રશ્નો તાકિદે હલ કરવા સંબધિત અધિકારીઓને સુચના

રાજકોટ,તા. ૨૫: શહેરના વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર અને મેગર પ્રદિપ ડવ દ્વારા છેલ્લા ૭ દિવસની વોર્ડના વિવિધ વિસ્તારોમાં ફરી પાણી,લાઇટ, ગટર, સી.સી. રોડ સહિતના વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. અને લોકોની ફરિયાદો સાંભળી હતી. સ્થળ મુલાકાત દરમ્યાન ઘણા પ્રશ્નોનો સ્થળપર જ નિકાલ કરવામાં આવેલ. તેમજ બાકીની સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૭ દિવસથી મેયર ડાઙ્ખ.પ્રદિપ ડવએ પોતાના વોર્ડની વોર્ડ યાત્રા શરૂ કરેલ છે. દરરોજ સવારના ૦૯ૅં૩૦ થી ૧૧ૅં૧૫ વાગ્યા સુધી વોર્ડ નં.૧૨માં જુદી જુદી સોસાયટીઓમાં મુલાકાત લેવાનું શરૂ કરેલ છે. જેમાં શ્યામલ સિટી, અલય વાટીકા, આસ્થા સોસાયટી, પુનીતનગર, દ્વારકાધીશ સોસાયટી, ગોવિંદરત્ન બંગ્લોઝ-૨, વૃંદાવન સોસાયટી, આર્યમાન સોસાયટી, વિનાયક સોસાયટી, શ્રીનાથજી સોસાયટી, પટેલ પાર્ક, રોયલ પાર્ક, ઉદયનગર, માધવ વાટીકા, નંદનવન, રસુલપરા, મહમદી બાગ, બરકતી નગર, શકિત નગર, વિગેરે વિસ્તારના લોકોને નાના-મોટા પ્રશ્નો બાબતે સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ.

આ ઉપરાંત આજ તા.૨૫ના રોજ રસુલપરા, મહમદી બાગ બરકતી નગર, શકિત નગરની મુલાકલ લીધેલ. આ વિસ્તારોની બાકી રહેલ મિલકતની આકારણી તેમજ ડ્રેનેજના પ્રશ્ન વોર્ડ એન્જી. અને વોર્ડ ઓફિસર અને જે-તે વિભાગ અધિકારીશ્રીને સાથે રાખેલ હતા. આકારણી બાકી રહેલ મિલકતની આકારણી ઝડપથી થાય તેમ સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવેલ. વિશેષમાં, વોર્ડ નં.૧૨નો ખુબ જ અગત્યનો પ્રોજેકટ ઉમિયા ચોક થી બાપા સીતારામ ચોક સુધી સી.સી. રોડની કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલી રહેલ જેને દ્યણો સમય થયેલ છે, જેથી સંબંધક અધિકારી અને એજન્સી સાથે જરૂરી ચર્ચા કરી આ પ્રોજેકટ વહેલાસર પુરો થાય તે માટે તાકિદ કરેલ.

(4:16 pm IST)