Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

આ વર્ષે પણ લોકમેળા પર લટકતી તલવાર

કલેકટર તંત્ર હજુ જન્માષ્ટમી મેળા માટે તૈયાર નથીઃ રાજય સરકાર નિર્દેશ આપે તે પછી દરખાસ્ત થશે

રાજકોટ તા. રપ : કોરાના મહામારીએ સામાન્ય જન-જીવનને જબરી માઠી અસર પહોંચાડી છે. ર૦ર૦ માં લોકો જન્માષ્ટમી-નવરાત્રી જેવા તહેવારો ઉજવી શકયા નહતા. ત્યારે ર૦ર૧માં કોરોના વધુ ઘાતક સાબીત થતા આ વર્ષે પણ જન્માષ્ટમી મેળાની ઉજવણી ઉપર લટકતી તલવાર છે કેમ કે કલેકટર તંત્ર હજુ સુધી જન્માષ્ટમી મેળાની ઉજવણી માટે તૈયાર નથી ઓગષ્ટ મહીનામાં જન્માષ્ટમી આવી રહી છે ત્યારે હવે ત્રણ મહીના બાકી છે. સામાન્ય સંજોગોમાં મેના અંતમાં અથવા જુન મહીનાના પ્રારંભે કલેકટરશ્રી દ્વારા જન્માષ્ટમી લોકમેળો યોજવા માટે રાજય સરકારને દરખાસ્ત મોકલે છે.

પરંતુ આ વર્ષે હજુ સુધી કોરોના કેસ સતત આવી રહ્યા છે. તેથી આબાબતે એડીશ્નલ કલેકટટરશ્રીએ સ્પષ્ટ જણાવેલ કે જન્માષ્ટમી લોકમેળો યોજવા માટે હજુ સુધી કોઇ વિચારણા નથી આ બાબતે રાજય સરકાર તરફથી કોઇ નિર્દેશ મળશે ત્યાર પછીજ લોક મેળાની દરખાસ્ત થઇ શકશે.

(4:15 pm IST)