Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

એરપોર્ટ રોડ પર બપોર બાદ સ્પા ચાલુ રાખનાર-સંચાલક અક્ષય સામે કાર્યવાહી

રાત્રી કર્ફયુ ભંગના ૧પ૪ કેસ, ૧૪ રીક્ષા ચાલકો, રપ દુકાનદારો, ૧૬ માસ્કના, ર સોશ્યલ ડીસ્ટન્સ, કોરોનાન્ટાઇન ઝોનમાંથી બહાર નીકળનારા ૩ મળી જાહેરનામા ભંગના ર૧૪ કેસ

રાજકોટ, તા. રપ :  શહેરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે પોલીસ દ્વારા જાહેરનામાનો કડક પાલન કરાવવામાં આવે છે ત્યારે બપોરના ત્રણ વાગ્યા બાદ એરપોર્ટ રોડ પર સ્પા ચાલુ રાખનાર સંચાલક સહિત રપ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન જરૂરી કામ ન હોવા છતાં ઘર બહાર લટાર મારવા નીકળેલા ૧પ૪ શખ્સો સામે રાત્રી ફકર્યુનો જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ રિક્ષામાં સોશિયલ ડીસ્ટન્સનો ભંગ થાય તે રીતે વધુ પેસેન્જરો બેસાડનારા ૧૪ ચાલકો, માસ્ક પહેર્યા વગર નીકળેલા ૧૬ તથા હોમ કોરોન્ટાઇન હોવા છતાં ઘરની બહાર નીકળનારા ત્રણ વ્યકિતઓ સહિત કુલ ર૧૪ જાહેરનામા ભંગના કેસ નોંધાયા છે.

(4:15 pm IST)