Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નીમીતે યુથ કોંગ્રેસ-એનએસયુઆઇ દ્વારા માસ્ક વિતરણ

રાજકોટઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અને દેશમાં ટેકનોલોજીના સર્જનહાર સ્વ. રાજીવ ગાંધીની ૩૦મી પુણ્યતિથિ નિમિતે યુથ કોંગ્રેસ રાજકોટના મહામંત્રી મૌેલેશ મકવાણા અને એન.એસ.યુ.આઇ રાજકોટ જીલ્લામાં મહામંત્રી પાર્થ બગડા દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં રહેતા મજુર વર્ગ અને ટ્રાફીક બ્રિગેડના જવાનોને માસ્ક અને સેનેટાઇઝર વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં સંદીપ ખીમસુરીયા, જેનીલ મકવાણા, સુરજ મકવાણા, સુરજ મકવાણા સહિતના આગેવાનો જોડાયા હતા.

(4:09 pm IST)