Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મચ્છુ કઠિયા સઇ સુથાર દરજી જ્ઞાતિ દ્વારા રાશન કિટનું વિતરણ

પ્રગતિ મંડળ દ્વારા તા. ૩૦ ના દરજી જ્ઞાતિના ભાડે રહેતા પરિવાર માટે કરાયું આયોજન

રાજકોટ તા. રર : મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિ (ઉપલાકાંઠા વિસ્તાર) પ્રગતિ મંડળના પ્રમુખ મુકેશભાઇ એમ.ગોહિલ અને અન્ય હોદ્દેદારોએ જ્ઞાતિના એવા પરિવારો કે જે ભાડાના મકાનમા રહેતા હોય તેવા કેટુંબોને અનાજ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું વિતરણ તા.૩૦ મી એ કરવામાં આવશે.

ભાડાના મકાનમાં રહેતા હોય તેવા જ્ઞાતિના પરિવારને ઘરના બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બની ગયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઇ ગોહેલ, ઉપપ્રમુખ કેતનભાઇ પીઠડિયા, સહમંત્રી ઉતમભાઇ શાંચલા, ખજાનચી હિતેષભાઇ ગોહેલ, સહ ખજાનચી ચિરાગભાઇ સોલંકી તેમજ પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રભાઇ પરમાર સહિતનાએ દાતાઓની મદદથી જ્ઞાીતના જે પરિવાર ભાડાના મકાનમાં રહેતા હોય તેઓને આગામી તા.૩૦ મીએ કીટનું વિતરણ કરવામાં આવશે.

વધુ માહિતી માટે જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઇ ગોહેલ (મો. ૯૪ર૬૯ ૬૦૮૮પ) ની ઓફિસ જય જવાન જય કિસાન રોડ, મોરબી રોડ જકાતકાના ચોક, બજરંગ મેડિકલની બાજુમાં સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(4:09 pm IST)