Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

શ્રી ગ્રુપ દ્વારા હલ્દી કેશ દૂધ કોવીડ માસ્ક સ્પ્રેનું નિઃશુલ્ક વિતરણ

બાન લેબના સૌજન્યથી પેલેસ રોડ ખાતે સોની યુવાઓની અનેરી સેવા

રાજકોટઃ સમસ્ત સોની સમાજ માટે અનેકવિધ આયોજન કરીને આગવી ઓળખ ઉભી કરનાર શ્રી ગ્રુપ દ્વારા દર્દીઓ અને તેના પરિવારજનો માટે શ્રી બાન લેબ પ્રા.લી.ના સૌજન્યથી અને મૌલેશભાઇ ઉકાણી અને જયોતિબેન ટીલવાનાં માર્ગદર્શનમાં હલ્દી કેશર દૂધ અને કોવીડ માસ્ક સ્પ્રેનું વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું છે.

ગોલ્ડ સ્ટોન બિલ્ડીંગ, ગુંદાવાડી હોસ્પિટલની બાજુમાં પેલેસ રોડ ખાતે સવારે ૧૧થી ૧ અને સાંજે ૫થી ૭ દરમિયાન શ્રી ગ્રુપના સલાહકારો, હોદેદારોના માર્ગદશન હેઠળ હલ્દી કેશર દૂધ અને કોવીડ માસ્ક સ્પ્રેનું વિનામૂલ્યે વિતરણ કાર્ય વોર્ડનં.૧૪ના કોર્પોરેટરો વર્ષાબેન રાણપરા અને નિલેશભાઈ જલુ સહિતના અગ્રણીઓએ બિરદાવી હતી. જરૂરિયાત વાળા લોકોને લાભ લેવા શ્રી ગ્રુપના પ્રમુખ મિલનભાઈ પાટડીયા તેમજ મહિલા કમિટીના પ્રમુખ દર્શિકાબેન પારેખ દ્વારા અનુરોધ કરાયો છે.

(4:07 pm IST)