Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના મહિલા પ્રમુખપદે ગીતાબેન પટેલની વરણી

રાજકોટ : માનવ કલ્યાણ મંડળના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ (મો.૯૪૨૯૧ ૬૬૭૬૬) ની અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભામાં થોડા સમય પહેલા જ આજીવન ટ્રસ્ટી તરીકે નિયુકિત થયા બાદ હાલ વારાણસી ખાતે મળે બે દિવસીય વિશેષ રાષ્ટ્રીય સંમેલન અને સાધારણ સભામાં તેઓની મહિલા વિભાગના પ્રમુખ તરીકે નિયુકિત કરાતા ઠેરઠેરથી અભિનંદવર્ષા થઇ રહી છે. આ તકે ગીતાબેને જણાવેલ કે હું સમાજની એકતા, મહિલા ઉત્કર્ષ, શિક્ષણ અને વિકાસના એજન્ડા સાથે સામાજીક સમરસતાઅને અન્ય જ્ઞાતિઓને સાથે લઇ રાષ્ટ્રનિર્માણ માટે પ્રયત્નશીલ રહીશ. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગીતાબેન દ્વારા માનવ કલ્યાણ મંડળના નેજા તળે  મહીલા ઓટો રીક્ષા, બા નું ઘર વૃધ્ધાશ્રમ, મેરેજ બ્યુરો, બ્યુટી પાર્લરના વર્ગો, મફત પ્લેસમેન્ટ સહીત અનેક સેવા પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. ૩૨૫૦ સેવા કર્મીઓ તેમની સાથે જોડાઇને કાર્ય કરી રહ્યા છે.

(3:22 pm IST)