Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પ્રશાંત કોરાટ મવડી આરોગ્ય કેન્દ્રની મુલાકાતે

કોરોના મહામારીને ધ્યાને લઇ હાલ વેકસીનેશન કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેરના વોર્ડ નં. ૧૨ માં મવડી ગામ આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહેલ રસીકરણ કામગીરી અંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે સ્થળ મુલાકાત લઇ માહીતી મેળવી હતી. આ તકે મેયર ડો. પ્રદીપ ડવ, યુવા મોરચાના પ્રભારી ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, ગૌતમ ગોસ્વામી, પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા, અમિત બોરીચા, હિતેશ મારૂ, સતીષ ગમારા, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, કિશન ટીલવા, વ્યોમ વ્યાસ, હિરેન રાવલ સહીત ભાજપ યુવા મોરચાના અગ્રણીઓ તેમજ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઇ કોરાટ, વોર્ડ નં. ૧૨ ના કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, સંજય બોરીચા, વિજય બોરીચા, જયેશ કુંભરવાડીયા, શૈલેન્દ્રસિંહ ચૌહાણ, મનીષ ચાવડા, રાજુભાઇ ખુમાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:17 pm IST)