Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કાલાવડ રોડ જડ્ડુસ ચોકડીએ ઓવરબ્રીજનું કામ વેગવંતુઃ ડાઈવર્ઝન શરૂ કરાયું

રાજકોટઃ. શહેરના કાલાવડ રોડ પર આવેલ જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસેના ચાર રસ્તા પર મ.ન.પા. દ્વારા ઓવરબ્રીજનું કામ હવે વેગવંતુ બન્યુ છે. હવે રસ્તામાં બ્રીજના પીલર માટેનું ખોદકામ શરૂ થયુ છે તેથી રસ્તાનો ડાયવર્ઝન શરૂ કરાવી દેવાયો છે જે તસ્વીરમાં નજરે પડે છે. નોંધનીય છે કે, આ બ્રિજ અંદાજે રૂ. ૨૮.૫૨ કરોડના ખર્ચે  બનશે. બ્રિજની લંબાઈ ૩૭૦.૩૯ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૦૨.૭૬ મિટર અને કેકેવી હોલ તરફ ૯૨.૬૩ મિટર છે. આ બ્રિજ મોટા મવાથી શરૂ થઇ એ.જી. ચોક પાસે બ્રિજ પૂર્ણ થશે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:10 pm IST)