Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વાણીયાવાડીમાં મહિલા સંચાલીત જુગારધામ પર ભકિતનગર પોલીસનો દરોડોઃ મહિલા સહિત પ ઝડપાયા

થોરાળા પોલીસે મનહરપરામાંથી સાતને જુગાર રમતા ઝડપી લીધાઃ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. રપઃ વાણીયાવાડીમાં મકાનમાંથી મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને અને થોરાળા પોલીસે મનહરપરામાંથી સાત શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ વાણીયાવાડીમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, કોન્સ. વાલજીભાઇ જાડા અને દિવ્યરાજસિંહ ઝાલાને બાતમી મળતા પીઆઇ. જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર. જે. કામળીયા, એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ, ભાનુભાઇ મીયાત્રા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, કોન્સ. વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શીરોડીયા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઇ ગઢવી, મૈસુરભાઇ તથા કોન્સ. હિરલબેન સહિતે વાણીયાવાડી શેરી નં. ૧/૬ના ખુણે રહેતા નિતાબેન દિનેશભાઇ મકવાણાના મકાનમાં દરોડો પાડી મકાન માલીક નીતાબેન મકવાણા તથા કોઠારીયા સોલવન્ટ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરના જયોત્સનાબેન હિરાદાસભાઇ સરપદડીયા, વાણીયાવાડી શેરી નં. ૧/૧૦ના ખુણે રહેતા જયશ્રીબેન નિલેશભાઇ કકકડ, વાણીયાવાડી શેરી નં. ૧/૬ ના ખૂણે રહેતા દીલીપ રાજુભાઇ મકવાણા અને વાણીયાવાડી શેરી નં. ૬/૧૦ ના ધીરૂભા અજીતસિંહ જેઠવાને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧પ૬૯૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

જયારે બીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના કોન્સ. જયદીપભાઇ ધોળકીયાને બાતમી મળતા પી.આઇ. બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જી. એસ. ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, રાજદીપસિંહ ચૌહાણ, જયદીપભાઇ ધોળકીયા, ધર્મેશભાઇ ખાંડેખા, રમેશભાઇ તથા સહદેવસિંહ સહિતે મનહરપરા શેરી નં. ર ના ખુણા પાસે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા ભરત જાદવભાઇ સાપરા (રહે. મનહરપરા શેરી નં. ર), મનહરપરાના રોહીત રમેશભાઇ સોલંકી, રાજુ મોહનભાઇ ચાવડા, જીજ્ઞેશ લવજીભાઇ અઘોલા, કિશન ભરતભાઇ જેતાણી, રાકેશ ધનજીભાઇ શીંગાળ અને મનહર સોસાયટીના મોસીન મહેબુબભાઇ પઠાણને પકડી લઇ રૂ. ૧ર૧૯૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી અને તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:09 pm IST)