Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજકોટ અને બહારગામના કોઈપણ પરિવારો જોડાઈ શકશે

શંકર આશ્રમમાં પિતૃમોક્ષ સેવાયજ્ઞઃ આચાર્ય તરીકે કનૈયાલાલ ભટ્ટઃ નિઃશુલ્ક લાભ

રાજકોટ, તા. ૨૪ :. શ્રી શંકર આશ્રમ દ્વારા તા. ૩ થી ૯ જૂન સુધી આશ્રમ ખાતે ૧૫૦ ફૂટ રીંગ રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે, ૧-હરસિદ્ધિધામ સોસાયટીમાં પિતૃમોક્ષ સેવાયજ્ઞનું આયોજન કરાયેલ છે. જેના આચાર્યપદે જાણીતા કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ રહેશે. જેમા કોઈપણ ગામ-શહેર કે દેશના પરિવારો જોડાઈ શકે છે.

શ્રી કનૈયાલાલ ભટ્ટની યાદીમાં જણાવાયા મુજબ કોરોનાના કારણે અથવા અન્ય કારણે સ્વર્ગવાસી થયેલા લોકોના મોક્ષાર્થે શ્રી શંકર આશ્રમ દ્વારા શ્રીમદ્દ ભાગવત્ પાઠ અનુષ્ઠાનનું આયોજન છે. વિદ્વાન ભૂદેવો ૧૮ હજાર શ્લોકના પાઠ કરશે. યજમાન પરિવારોના પિતૃઓના ફોટા સમક્ષ વિધિવત પૂજા થશે. જેનો ફોટો-વિડીયો યજમાન પરિવારોને મોકલાશે. યજમાનો વોટ્સએપથી પિતૃઓના ફોટા મોકલી શકે છે. રૂબરૂ આવવાની જરૂર નથી. સંકલ્પથી પૂણ્ય પિતૃદેવોને અર્પણ કરવામાં આવશે. કોઈ યજમાન ઈચ્છે તો આગોતરી જાણ કરીને એક દિવસ પોથીજીના દર્શન માટે આવી શકશે. આયોજનમાં કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થશે. બ્રાહ્મણો દ્વારા આ સેવાયજ્ઞ છે. પાઠ-પૂજા નિઃશુલ્ક છે. કોઈના તરફથી ખુશી ભેટ આવે તો તે આશ્રમની સેવાકીય પ્રવૃતિમાં વપરાશે. મો. ૯૮૭૯૫ ૮૮૮૫૮ ઉપર સંપર્ક કરવાથી વધુ માહિતી મળી શકશે.

(11:42 am IST)