Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કારના ચોરખાનામાં દારૂની ૧૮ બોટલો છુપાવીને નીકળેલા બે શખ્સને બી-ડીવીઝન પોલીસે દબોચ્યા

રાજકોટમાં ઠલવાઇ રહ્યો છે નિતનવી બ્રાન્ડનો દારૂ પહેલા યુવરાજ અને હવે ચેતક : કુવાડવા રોડ મોલ પાછળથી અંકિત ઉર્ફ અકિલ અને મુકેશ પકડાયા : અંકિત અગાઉ હત્યા, એટ્રોસીટી, મારામારી અને દારૂના ગુનામાં પણ સામેલ

રાજકોટ,તા. ૨૫: શહેરમાં નિતનવી બ્રાન્ડનો દારૂ ઠલવાઇ રહ્યો છે. ભકિતનગર પોલીસે અગાઉ યુવરાજ બ્રાન્ડનો દારૂ કબ્જે કર્યો હતો. ત્યારે બી ડીવીઝન પોલીસે કુવાડવા રોડ મોલ પાછળથી કારના ચોરખાનામાં છુપાવેલ ચેતક કલાસીક બ્રાન્ડનો ૧૮ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પરથી બે શખ્સો દારૂના જથ્થા સાથે કારમાં નીકળવાના હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ. હેમેન્દ્રભાઇ વાઘીયા, પરેશભાઇ સોઢીયા અને સંજયભાઇ મિયાત્રાની બાતમી પરથી કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ સમર્પણ પાટી પ્લોટથી આગળ રોડ ઉપર જીજે ૧એચજે ૪૧૩૮ નંબરની સેન્ટ્રોકારને રોકી તલાશી લેતા કારની પાછળની શીટ નીચે ચોરખાનામાંથી રૂ. ૯૦૦૦ની કિંમતની ચેતક કલાસીક બ્રાન્ડની વ્હીસ્કીની ૧૮ બોટલો મળી આવતા મુકેશ પ્રવિણભાઇ વૈશ્ણવ (ઉવ.૨૪) અને અંકીત ઉર્ફે અકીલ રાજુભાઇ બ્લોચ (ઉવ.૨૨) (રહે. બંને રૈયાધાર ગામ મેઇન રોડ સ્મશાન પાસે)ને પકડી લીધા હતા. આ કામગીરી પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની સૂચનાથી એસીપી એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.બી. ઔસુરા, પી.એસ.આઇ બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ વિરમભાઇ સલીમભાઇ માડમ, હેડ કોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, હેમેન્દ્રભાઇ, જયદીપસિંહ, પરેશભાઇ, સંજયભાઇ, મીતેશભાઇ, ચાંપરાજભાઇ, વિશ્વજીતસિંહ, નીરવભાઇ તથા ભાવેશભાઇ સહિતે કરી હતી. આરોપી મુકેશ અગાઉ દારૂ અને જુગારના ગુનામાં અને અંકીત ઉર્ફે અકીલ બ્લોચ અગાઉ હત્યા,એટ્રોસીટી, મારામારી, અને દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:11 pm IST)