Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

બોર્ડની પરીણામોમાં ધોળકીયા સ્કુલ શહેનશાહ... ટોપ ટેનમાં સ્કુલના ૨૨ વિદ્યાર્થીઓ ઝળકયા

વિજય સરઘસ - ફટાકડા - બેન્ડ વાજા - મોઢા મીઠા સહિતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા : સુરતમાં મૃત્યુ પામનાર તમામને અશ્રુભીની અંજલી

રાજકોટ, તા. ૨૫ : આજે બહાર પડેલ ધો.૧૨ કોમર્સ-સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ રાજકોટની ગુજરાત વિખ્યાત  અને ફર્સ્ટ નંબરની સ્કુલ ધોળકીયા સ્કુલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને ત્રણેય પરિણામોમાં શહેનશાદ પદ હાંસલ કરી લીધુ હોય તેમ પરિણામમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઝળહળતી સફળતા હાંસલ કરી લીધી છે.

ધોળકીયા સ્કુલ ગ્રુપની યાદી મુજબ બોર્ડના ટોપ ટેનમાં ફર્સ્ટ નંબરે બે વિદ્યાર્થી ઝળકયા છે તો ટોપ ટેનમાં સ્કુલના ૨૨ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ મેદાન માર્યુ છે.

આ સફળતા બદલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત ધોળકીયા - જીતુભાઈ ધોળકીયાએ વિદ્યાર્થીઓ - વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. સુરતની ઘટના સંદર્ભે વિજય સરઘસ - ફટાકડા - બેન્ડવાજા, મીઠા મોઢાનો કાર્યક્રમ રદ્દ કરી નખાયો હતો, ધોળકીયા બંધુઓ - શિક્ષકોએ વિદ્યાર્થીઓને આર્શીવાદ પાઠવ્યા હતા. સ્કુલની યાદી મુજબ, રાજકોટ જિલ્લામાં પણ એ-૧ ગ્રેડ મેળવતા કુલ ૧૨૯ વિદ્યાર્થીમાંથી ૪૨ વિદ્યાર્થી તો માત્ર ધોળકીયા સ્કુલના ઝળકયા છે.

(3:38 pm IST)