Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વિમલનગર તથા શકિતનગરનો વિસ્તાર રોશનીથી ઝળહળ્યોઃ કોંગી કોર્પોરેટરના પ્રયત્નો સફળ

 રાજકોટ : વોર્ડનં ૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખ કાલરીયા ની ગ્રાન્ટ માંથી વિમલનગર શેરીનં ૨/પ તથા શકિતનગર બાવનજીનાલય પાસે સ્ટ્રીટલાઇટ નાખવામાં આવતા સ્થાનિકોની હાજરીમાં લાઇટનો શુભારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા ઉપરાંત સ્થાનિક આગેવાનો જગદિશભાઇ શેઠ, ધનજીભાઇ નકુમ, જેન્તીભાઇ માકડીયા, મયંકભાઇ હાથી, સતીષભાઇ શાહ, મુકેશભાઇ વ્યાસ, કિશોરસિંહ જાડેજા, ભાવિનભાઇ દેસાઇ, અશ્વિનભાઇ શાહ, ડો. પરમાર, રસીકભાઇ ખીરસરીયા, વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

(4:18 pm IST)