Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પ્રમાણીકતા અને પારદર્શીતાથી કાર્યસાધક બનોઃ બછાનિધિ પાની

આત્મીય યુનિ. અને સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયો મેગા જોબફેર : છેવાડાના માનવી સુધી પહોંચવાની સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બરની નેમઃ નલીન ઝવેરી * ૬૦ કંપનીઓ જોડાઈ, ૧૭૦૦ યુવાનોએ લાભ લીધો

રાજકોટઃ આત્મીય યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SKCCI)નાં સંયુકત ઉપક્રમે રાજકોટ મહાનગરપાલિકાના  સહયોગથી રાજકોટમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ મેદાનમાં યોજાયેલા આ મેગા જોબફેરમાં સાંઇઠ જેટલી નોકરીદાતા કંપનીઓ ઉપસ્થિત રહી હતી. એક હજાર સાતસો જેટલા સ્કીલ્ડ, અનસ્કીલ્ડ, ટ્રેઈન્ડ, અનટ્રેઈન્ડ, સ્નાતક, અનુસ્નાતક એમ દરેક પ્રકારના બેરોજગાર યુવાનોએ લાભ લીધો હતો. મેગા જોબ ફેરનું ઉદઘાટન કરતાં રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે રોજગારી મેળવનારા યુવાનો-યુવતીઓ પગભર થઈને આત્મસન્માનપૂર્વક જીવવાની સાથોસાથ તેમનાં પરિવારો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે તેનું શ્રેય રોજગારીની તક ઉભી કરનાર આ સંસ્થાઓને આપવું  રહ્યું.  સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર એ વિવિધ વ્યવસાયીઓ સાથે સંકળાયેલી સંસ્થા હોવા છતાં સમાજના યુવાનો માટે ચિંતા કરીને અનોખી પહેલ કરી છે.  રોજગારદાતાઓ અને રોજગાર ઈચ્છતા લોકો વચ્ચેની કડી બનવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. જયાં પણ પસંદગી પામો ત્યાં શ્રેષ્ઠ પ્રદાન કરવાના સંકલ્પ સાથે શરૂઆત કરશો તો કોઈપણ પરિસ્થિતિ તમારી પ્રગતિમાં અવરોધક નહીં બને. પ્રમાણિકતા અને પારદર્શિતાથી કાર્યસાધક બનવા તેમણે સહુને આહવાન કર્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નલીન ઝવેરીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, કેન્દ્ર-રાજય સરકારની રોજગારલક્ષી નીતિ તેમજ શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે થઇ રહેલું આ આયોજન રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં વસતા યુવાનોને રોજગાર પ્રાપ્ત કરવાની ઉત્તમ તક બની રહેશે.  આ પ્રકારનાં આયોજનને કારણે વિવિધ ઉત્પાદક કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબની માનવશકિતની પસંદગી એક જ સ્થળેથી કરી શકે છે તો બેરોજગાર યુવાનોને રોજગારી માટે એક જ સ્થળે અનેક નોકરીદાતાઓનો સંપર્ક થઇ જાય છે.  આ કારણે સહુના સમય અને ખર્ચમાં મોટી બચત થાય છે તેમજ પસંદગીનો વ્યાપ વધે છે.  આત્મીય યુનિ. અને SKCCI દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ મેગા જોબફેર યોજવામાં આવ્યો છે.  

સ્વાગત ઉદબોધન અને કાર્યક્રમનું સંચાલન પ્રો.મેઘાશ્રી દધીચે કરેલ.

આ મેગા જોબ ફેરમાં સાંઇઠ કંપનીઓએ ભાગ લીધો હતો.  આ મેગા જોબફેરમાં તાલીમ પામેલા, તાલિમ નહીં પામેલા, આઈ.ટી.આઈ., ડીપ્લોમા-ડીગ્રી એન્જીનીયરીંગ કે અન્ય વિદ્યાશાખાઓના સ્નાતક-અનુસ્નાતક અભ્યાસ કરેલા એમ તમામ પ્રકારના એકહજાર સાતસો જેટલાં રોજગાર વાંચ્છુક યુવાનો-યુવતીઓએ લાભ લીધો હતો.  

 આયોજનને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના હિતેશ દોશી, ે કૃષ્ણસિંહના સક્રિય  સાથે SKCCI  ના નલીન ઝવેરી, સંજય લાઠીયા, વિનુભાઈ વેકરીયા, લક્ષ્મણભાઈ સાકરીયા, કમલેશ આંબલીયા, સંજય કનેરિયા, આત્મીય યુનિ. ના પ્રો. જી.ડી. આચાર્યના  અંકિત કાલરીયા, તોશલ ભાલોડીયા, કબીર પંડયા, જયદીપ તલ્હાની, દર્શન જાની, કે.એચ.જાડેજા, એસ.એસ.જાની, પી,ડી. કાસીયાણી, એ.વી.રાચ્છ, પી.એસ. કડેચા, વાય.વી. સોજીત્રા, આર.ડી. ગોંડલીયા, પી.એમ. લકુમ, આઈ.જે. જાડેજા, જે.એ. તલાટી, અંકિત કુમાર, હિરેન રામાણી, હાર્દિક પુજારા, મેદ્યાશ્રી દધિચ, નિશાંત ધ્રુવ, ડો. ડી.જે. પંડયા, પ્રતિક મૂંજાણી સહિતના સેવારત રહ્યા હતા.

(4:00 pm IST)